SaurashtraGujaratJunagadh

મૌલાના મુફ્તી સલમાન અઝહરી વધુ એક ફરિયાદ, કચ્છમાં જાહેર કાર્યક્રમમાં આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

મૌલાના મુફ્તી અઝહરી વિરુદ્ધ ગુજરાતમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કચ્છના સામખિયારી પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફ્તી અઝહરી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો આવ્યો છે. ભડકાઉ ભાષણ અને સામાજિક સૌહાર્દ બગાડવાના બાબતમાં મૌલાના મુફતી અઝહરી અને મામદ ખાન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વિવાદાસ્પદ નિવેદન સામે સામખિયારી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો દાખલ કરાયો છે. ગુલસને મામદી ટ્રસ્ટ દ્રારા સામખિયારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31 જાન્યુઆરી ના રોજ સામખીયારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલ એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ બાબતમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી ની ગુજરાત ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં ઘણી મોટી જાણકારીઓ સામે આવી છે. એવામાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ પાંચ ગુના નોંધવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. મુંબઈમાં ભડકાઉ ભાષણ અને રાયોટિંગને લઈને ગુના દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2014 થી ભડકાઉ ભાષણ ને લઈને આ મૌલાના વિવાદમાં આવ્યા હતા.

મૌલાનાની વાત કરીએ તો વર્ષ 2008 થી 2011 સુધી ઇજિપ્તમાં ઇસ્લામનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં કરવામાં આવ્યો હતો. 14 મી ફેબ્રુઆરી ના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યક્રમ હાજરી આપવામાં આવી હતી. એવામાં જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલ એક જાહેરસભાના કાર્યક્રમમાં મૌલાના દ્વારા જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે આ મૌલાના કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાના લીધે તેમના મોબાઈલ ની તપાસ શરૂ કરાઈ છે. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત સોસાયટી કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે વસવાટ કરે છે. આ સિવાય મૌલાના અલ અમાન એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ ના બેંક ખાતામાં 9 લાખ રૂપિયા હોવાની જાણકારી સામે આવી છે. આ મૌલાના ના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે. ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ શું થતો હતો તેને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.