વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો દાખલ કરી તેને લઈને તપાસ હાથ ધરી છે. હરણી બોટ દુર્ઘટના ની કેસની વાત કરીએ તો આ કેસમાં ચાર આરોપીઓની પોલીસ પકડથી દૂર રહેલા છે. પોલીસ દ્વારા આરોપીઓ ના ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે. તેની સાથે પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી તમામ આરોપીઓના બેંકની વિગતો પોલીસ દ્વારા મેળવી લેવામાં આવી છે. તેની સાથે ફરાર આરોપીના બેંક ખાતા ની તપાસ પણ કરવામાં આવશે.
તેની સાથે ઝડપાયેલા પરેશ અને ગોપાલ તેમનાં ફોન અંગે જાણકારી આપવામાં આવી રહી નથી. બંનેને ફોન મળે તો અનેક સવાલો અને આરોપીઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. લેકઝોન સ્ટાફ પણ વોટ્સએપ પર ગોપાલ ને હિસાબ મોકલતો હોવાનું સામે આવ્યું છે. પરેશ શાહ દ્વારા દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કરવામાં આવ્યો હતો. ભાગીદારોને ફોન પર ભાગી જવાનું જણાવી પરેશ શાહ પણ અનેક દિવસો સુધી ફરાર થઈ ગયો હતો. પરેશના કહેવા મુજબ બિનીત અને ગોપાલ ફોન બંધ કરી નાસી ગયા હતા.
વડોદરા હરણી તળાવ માં બનેલી દુર્ઘટના માં 14 લોકો નો જીવ ગયો હતો. વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાના આરોપી બિનીત કોટિયાની SIT એ ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પર ફરાર રહેલા છે. બિનિત કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાની જાણકારી સામે આવી છે. બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો તે સમયે કોંગ્રેસનાં કાર્યકર્તા દ્વારા તેના પર શાહી ફેંકી ને રોષ ઠાલવવામાં આવ્યો હતો. તેમ છતાં શાહી ફેંકનારા ની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.