સુરતમાં વધુ એક દુઃખદ ઘટના : ડિંડોલીમાં ત્રણ વર્ષીય દિવ્યાંગ બાળકીનું તાવની બીમારી બાદ મોત
સુરતમાં શહેરમાં રોગચાળાએ સતત ઉપાડો લીધો છે. તેની અસર બાળકો પર જોવા મળી છે. કેમકે આજે આ રોગચાળાના લીધે એક બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. સુરતના ડિંડોલીમાં ત્રણ વર્ષીય દિવ્યાંગ બાળકીનું ત્રણ દિવસના તાવ બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. એવામાં છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 ના મોત થતા લોકોમાં ભયનું મોંજુ છવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર વસવાટ કરે છે અને તે મજૂરી કામ કરીને જીવન પસાર કરે છે. તેમને એક ત્રણ વર્ષની દીકરી અનન્યા દિવ્યાંગ રહેલી હતી અને તેને છેલ્લા ત્રણ તાવ આવતો હતો. જ્યારે દીકરીને તાવ આવતો હોવાના લીધે પરિવાર દીકરીને લઈ સિવિલ હોસ્પિટલના સારવાર માટે લઈને આવ્યો હતો. ત્યાં ફરજ પર રહેલા તબીબ દ્વારા તપાસ કરી બાળકીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરીના મોતને લઈ પરિવારમાં શોક મોંજુ છવાઈ ગયું છે. હાલમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપી દેવાયો છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 300 થી વધુ જાડા-ઉલટી, મેલેરિયા સહિત તાવના કેસો સામે આવ્યા છે. જયારે છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના ઝાડા-ઉલટી, ડેંગ્યુ, મેલેરિયા, તાવથી મોત થયા છે. જ્યારે રોગચાળાના લીધે મોતના આંકડામાં વધારો થતા લોકોમાં ભયનું મોંજુ છવાઈ ગયું છે.