IndiaPolitics

સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ, જેલમાં પલંગ પર બેસીને ખાય છે ફાઇવસ્ટાર ભોજન, વધી ગયું આઠ કિલો વજન

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સતત ચર્ચામાં છે. હાલ તેઓ મની લોડરીંગ કેસમાં તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે. પરંતુ તેમની સજા સામાન્ય કેદી જેવી નથી તેમને અહીં વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. આ વાતની સાબિતી પૂરી પાડતો વધુ એક વિડિયો સામે આવ્યો છે.

થોડા સમય પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે જેલની અંદર આરામથી મસાજ કરાવી રહ્યા હતા. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે હોબાળો મચી ગયો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન ફાઇવસ્ટાર ભોજન કરતા જોવા મળે છે. વીડિયોમાં આરામથી તે બેસીને ભોજન કરતાં જોવા મળે છે.

સત્યેન્દ્ર જૈન અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારનું ભોજન કરતા જોવા મળે છે. જે વાતથી સાબિત થાય છે કે તેમને જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. આ વીડિયોને એ એના દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેને કેપ્શન માં લખવામાં આવ્યું છે કે તિહાર જેલ ના સૂત્રો દ્વારા આ સીસીટીવી મળ્યા છે. જેલમાં હોવા છતાં સત્યેન્દ્ર જૈન નું વજન 8 kg વધી ગયું છે. જ્યારે તેના વકીલે દાવો કર્યો હતો કે જેલમાં રહીને તેમનું વજન 28 કિલો ઘટી ગયું છે.

આ વિડીયો પણ જોરદાર રીતે વાયરલ થયો છે અને સત્યેન્દ્ર જૈન ની સમસ્યા વધી ગઈ છે. કારણ કે કોર્ટમાં વકીલે દાવો કર્યો હતો કે તેમને જેલમાં બરાબર ભોજન મળતું નથી અને તેનું વજન ઘટવા લાગ્યું છે. પરંતુ આ વિડીયો સામે આવ્યા પછી સાબિત થઈ ગયું છે કે તેમના માટે રોજ બહારથી સ્વાદિષ્ટ ભોજન આવે છે અને તે પોતાના બેડ ઉપર ભોજન રાખીને આરામથી બેસીને ખાય છે. વીડિયોમાં છે ભોજન નું પેકેજીંગ જોવા મળે છે તે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભોજન તેના માટે બહારથી આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે