CrimeGujaratRajkotSaurashtra

ગોંડલ: રાજદીપસિંહ જાડેજા સહીત 3 લોકોના આગોતરા જામીન રદ્દ, રીબડા ગ્રુપને ઝટકો

ગોંડલમાં રીબડા ગ્રુપ ના અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. આ બધા વચ્ચે રીબડામાં તાજેતરમાં જ મારામારી નો બનાવ પણ બન્યો હતો. આ અંગે ફરિયાદ બાદ વાતાવરણ વધુ ગરમ થયું હતું અને બાદમાં અનિરુદ્ધસિંહ જાડેજા ના પુત્ર સહીત ૩ લોકોએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે હવે આ મામલે તેમને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તમામ લોકોના આગોતરા જામીન ની અરજી ફગાવી દીધી છે.

ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ બબાલને શાંત કરવા માંથી રહ્યા છે પણ મામલો વધુ જ ગરમ થતો જાય છે. વર્ષોથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા વચ્ચે ખરાબ સબંધો ચાલી રહ્યા છે.બનાવની વાત કરીએ તો થોડા દિવસો પહેલા રીબડા ચોકડીએ મારામારી થઇ હોવાની વાતો સામે આવી હતી.

અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે જયરાજસિંહ જાડેજાએ ખોટી વાત ફેલાવી છે કે રીબડામાં મારા પરિવારે પાટીદાર યુવક પર હુમલો કર્યો. ઉલટા નું તેણે મારા ઘરે ૪૦-૫૦ લોકો મોકલ્યા હતા. જો કે આ મારામારી ની ફરિયાદ નોંધાતા હવે કોર્ટમાં મામલો પહોચ્યો છે અને કોર્ટે તમમ લોકોના આગોતરા જામીન ની અરજી ફગાવી દીધી છે.