શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર જરૂર વાંચો….

યાત્રાધામ પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે ભક્તોને માતાજીના દર્શન માટે ડૂંગર પર પદયાત્રા કરીને જવું પડશે. મેન્ટેનન્સના લીધે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવાયો છે. મેઇન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેના લીધે કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેવાની છે. જ્યારે 24 માર્ચથી રોપ વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.
તમને જણાવી દઈએ કે, પાવાગઢ ડુંગર ઉપર ચાલનાર રોપ વે નિયમ મુજબ વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી શરુ કરવામાં આવી છે. તેના લીધે મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવું પડશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલ છે. એવામાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો વધારો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને લીધે છ દિવસ બંધ રાખવામાં આવ્યું છે. તેને લઈને અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપનાર ઉષા બ્રેકો કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે. 18 મીથી શક્તિપીઠ પાવાગઢ ખાતે 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેવાની છે. એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવનારા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. એવામાં હવે છ દિવસ રોપ-વે બંધ રહેવાની છે તેના લીધે યાત્રીકોને પગપાળા દર્શન કરવા જવું પડશે.