Bollywood

મલાઈકા અરોરા સાથેના સંબંધ અંગે અર્જુન કપૂર એ કર્યો સૌથી મોટો ખુલાસો…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ હાલ સતત ચર્ચામાં રહેતું હોટ એન્ડ બોલ્ડ કપલ છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. અર્જુન કપૂરની ફિલ્મ કુત્તે તાજેતરમાં જ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. અર્જુન કપૂર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે તે દરમિયાન એક મુલાકાત દરમિયાન તેણે પોતાની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા વિશે ખાસ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે મલાઈકા તેની પાસે હોય છે ત્યારે તે ખૂબ જ ખુશ રહે છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકા અરોરા ના પહેલા લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા અને તેને એક દીકરો પણ છે. પરંતુ થોડા વર્ષો પહેલા જ બંનેએ છૂટાછેડા લીધા છે. ત્યાર પછી મલાઈકા અર્જુન કપૂરના પ્રેમમાં પડી અને બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

મલાઈકા અને અર્જુન વચ્ચે 13 વર્ષનો તફાવત છે. થોડા સમયથી બંનેએ પોતાના સંબંધોને જાહેર કરી દીધા છે અને અવારનવાર એકબીજાની સાથે ટાઇમસ્પેન્ડ કરતાં જોવા મળે છે. તાજેતરમાં જ અર્જુન કપૂર એ મલાઈકા વિશે કહ્યું હતું કે મલાઈકાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી તે રાત્રે આરામથી સુઈ શકે છે. જ્યારે તેઓ સવારે જાગે છે ત્યારે તે ખુશ હોય છે અને આ બધું જ શ્રેય મલાઈકાને જાય છે.

છેલ્લા કેટલાક સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નની પણ ચર્ચા થઈ રહી છે પરંતુ બંનેએ અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી અર્જુન કપૂરનું કહેવું છે કે પહેલા તેને કારકિર્દી પર ધ્યાન આપવું છે ત્યારબાદ લગ્ન વિશે નિર્ણય લેશે.