
બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે ડમી કાંડ કેસમાં યુવરાજસિંહે નામ ના લેવાની શરતે 1 કરોડ રૂપિયા લીધા છે. ત્યારે આ બાબતને લઈને ગતરોજ યુવરાજસિંહની આખા દિવસ દરમિયાન પૂછપરછ કર્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારના રોજ ભાવનગર એસઓજીમાં યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યા હોવાથી તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થતા પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે, આ તમામ આરોપો ખોટા છે. જોકે, યુવરાજસિંહની પૂછપરછ કર્યા પછી ગત રાત્રીએ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર એસઓજી દ્વારા ગત રોજ પૂછપરછ કર્યા પછી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને રાજકારણ પણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ પણ યુવરાજસિંહની ધરપકડ મામલે મેદાનમાં આવ્યું છે અને સરકાર પર આક્ષેપ કર્યા છે કે, જે કોઈ પણ સવાલો કરે તેનો અવાજ રાજ્યની સરકાર દબાવી દેવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધનીય છે કે, ભાવનગર એસઓજી કચેરીમાં ગત રોજ આખો દિવસ યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી મોડી રાત્રે પોલીસે યુવરાજસિંહ વિરુદ્ધ 388, 386, 120, 120-Bની કલમો.લગાડીને FIR કરી હતી. અને તેમની ધરપકડ કરી હતી. પોલોસે રાત્રે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ માટે યુબરાજસિંહના રિમાન્ડ માંગીશુ અને રિમાન્ડ મળી ગયા પછી આગળ વધુ તપાસ હાથ ધરીશું.
તમને જણાવી દઈએ કે, ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજાએ 36 નામ જાહેર કર્યા હતા. જે મામલે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી રહી છે. આ કેસમાં ફરિયાદમાં આંકડો 40એ પહોંચ્યો છે અને 14 જેટલા લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે