AhmedabadGujarat

રાજ્યમાં ગરમીનો પારો વધતા બપોર થતા સુધીમાં તો રસ્તાઓ થઈ જાય છે સુમસામ

ઉતર પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી બપોર થતા સુધીમાં તો તમામ રસ્તાઓ સુમસામ થઇ જાય છે. છેલ્લા એક અઠવાડિયામાં 44 ડીગ્રીની ઉપર રાજ્યનું મહત્તમ તાપમાન પહોચી ગયુ છે. માવઠાથી શરૂ થયેલા મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયામાં 5 થી 8 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે, ગરમ અને સુકા પવન ફુકાઇ રહ્યા હકવાના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર પહોચ્યું છે. આગામી 24 કલાક સુધી હજુ રાજ્યના તાપમાનની સ્થિતિ યથાવત રહેશે. પોરબંદર,દિવ, જુનાગઢમાં હિટવેવની સ્થિતિ રહેશે. તો અમદાવાદ શહેરમાં પણ હવામાન વિભાગે યેલો એલર્ટ રહેશે તેવું જણાવ્યું છે. 41.1 ડીગ્રી થી 43 ડિગ્રી અસપાસ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન રહેવાનુ અનુમાન છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 11 મેના રોજ સામાન્ય તાપમાન કરતા મહત્તમ તાપમાન કરતા 7 થી 10 ડિગ્રી જેટલું ઉપર નોંધાયુ હતુ. પોરબંદર જિલ્લાનુ મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી જેટલું નોંધાયુ હતુ જે સામાન્ય કરતા 10 ડિગ્રી ઉચુ નોંધાયુ હતુ. આમ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમના ફૂંકાઈ રહેલા પવનના કારણે રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.