AhmedabadGujarat

નિત્યાનંદના આશ્રમમાં શું ચાલી રહ્યું છે? આશ્રમમાં વિદેશી યુવતીઓની અવરજવર

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં નિત્યાનંદના આશ્રમમાં કેટલાય દિવસથી તમાશો ચાલી રહ્યો છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આશ્રમમાંથી બે યુવતીઓના ગુમ થવાના તેમજ બાળકોને ગોંધી રાખવાના આરોપ લાગી રહ્યા છે. આશ્રમની બાજુમાં જ DPS સ્કૂલ છે શંકાના ઘેરામાં આવી છે. ડીપીએસે દાવો કર્યો હતો કે તેણે આશ્રમને જમીન ભાડે આપી છે. સ્કૂલ ભાડાકરાર રજૂ કરી શકી નથી. સ્કૂલ અને આશ્રમ વચ્ચે કોઈ દીવાલ નથી એટલે સ્કૂમાંથી સીધા આશ્રમમાં જઈ શકાય તેવી વ્યવસ્થા છે.

જો સ્કૂલ દસ્તાવેજો રજૂ ન કરી શકી તો નિત્યાનંદનો આશ્રમ સ્કૂલમાં જ ચાલે છે તેવું માનીને કાર્યવાહી કરવામાં આવશે.આશ્રમમાં રહેતી ઈંગ્લિશ બોલતી છોકરીઓ પણ ડીપીએસની જ છે તેવું સામે આવ્યું છે.

બે છોકરીઓ ગુમ થયાના આક્ષેપ બાદ આખો મામલો સામે આવ્યો છે. પોલીસ પણ પુરજોશમાં તપાસ કરી રહી છે. પોલીસ હાલ આશ્રમની ગતિવિધિ પર નજર રાખી રહી છે. ગુમ થયેલી નિત્યાનંદિતા અવર-જવર કરતી હતી તે પુષ્પક સિટીમાંથી કેટલીક આશ્રમની વસ્તુઓ જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે.

આવતીકાલે હાઈકોર્ટ હેબિયસ કોર્પસની સુનાવણી કરશે. ગુમ યુવતીના વકીલે બાળકીને કોર્ટ સમક્ષ હાજર કરવાનું કહી કહ્યું કે પોલીસ બાળકીને IP એડ્રેસ દ્વારા શોધી લાવે.સીટની ટીમમાં 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 2 પીએસઆઈ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આશ્રમ સામે પોલીસ ફરિયાદ કરનાર યુવતીના પરિવારને પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ આશ્રમે પુષ્પક સિટીમાં ત્રણ બંગલા ભાડે રાખ્યા છે ત્યાં મોડીરાત સુધી યુવતીઓની અવરજવર રહે છે જે વહેલી સવારે અહીંથી નીકળી જાય છે. તેમને લેવા માટે ડીપીએસની સ્કૂલ બસ આવતી હતી