GujaratAhmedabad

કોલેજની મિત્ર સામે હોટલમાં જવાની માંગણી કરી અને પછી થયું એવું કે…

કોલેજમાં સાથે અભ્યાસ દરમિયાન યુવક યુવતીઓ એકબીજાના મિત્ર બને તે સ્વાભાવિક છે. પરંતુ કેટલાક યુવકો આ મિત્રતાને પ્રેમ સંબંધમાં બદલવા માંગતા હોય છે. અને જો છોકરી ના પાડે તો પણ તેની મરજી વિરુદ્ધ માંગણીઓ કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જ્યાં કાલુપુર ખાતે એક કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક અને યુવતી મિત્ર બન્યા હતા. અને બાદમાં આ યુવક યુવતી પાસે પ્રેમસંબંધ રાખવાની માંગણી કરતો તેમજ અવારનવાર હોટલમાં જવાની વાત કરતો હતો. જેને લઈને યુવતીએ હાલ તો પોલોસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં વસવાટ કરતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને તેની જ કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક યુવક સાથે પરિચય થયો અને બાદમાં મિત્રતા થઇ હતી. બંન્ને એકબીજા ઝાથે મોબાઇલ પર અવારનવાર વાતચીત કરતા હતાં. ત્યાઈ થોડા સમય પછી યુવકે યુવતીને મિત્રતાના સંબંધને પ્રેમ સંબંધમાં ફેરવવા માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે યુવતીએ આ યુવકને સ્પષ્ટ ના પાડીને કહ્યું કે આપણે સારા મિત્ર જ રહીશું અને એ જ રીતે વાતચીત કરીશું. જોકે આરોપી યુવક પ્રેમ સંબંધ માટે યુવતીને અવારનવાર પ્રપોઝ કરતો હતો. પરંતુ યુવતી હંમેશા ના પાડતી અને બંન્ને એકબીજા સાથે મિત્ર તરીકે જ વાતચીત કરતા હતાં. આરોપીએ વોટ્સઅપ પર મેસેજ કરીને યુવતીને કિસ કરવા કહ્યું હતું. તેમજ એમ પણ કહ્યું કે એક કિસથી કઈ નહિ થાય અને મજા પણ નહીં આવે એટલે તારે મને ખૂબ કિસ કરવી પડશે. એટલું જ નહીં યુવકે વધુમાં માંગણી કરતા કહ્યું કે રવિવારના રોજ આપણે કૂ હોટલના રૂમ પર જઇશું. જો કે યુવતીએ યુબકને માત્ર મુવી જોવા માટે જ કહ્યું હતું. પરંતુ યુવતી જ્યારે પણ કોલેજ આવતી ત્યારે આ યુવક તેને હોટલમાં લઈ જવા માટે જીદ કરતો હતો.

નોંધનીય છે કે, એક દિવસ યુવતીને કોલેજમાં પરીક્ષા હોવાના કારણે તે કોલેજ જઇ રહી હતી. અને તે પહેલાં યુવતી તેના ધર્મના એક ભાઇ છે એમના ત્યાં ગઇ હતી. અને યુવતી ત્યાં પોતાનો મોબાઇલ ફોન ભૂલી ગઇ હતી. આ દરમિયાન યુવકે યુવતીને ફોન કર્યો અને યુવતીના ભાઇને ગંદી ગાળો બોલી તેમજ ધાક ધમકી આપી હતી. જેથી તેણે તરત જ યુવતીનો ફોન ચેક કર્યો જેને લઈને આરોપી યુવકની તમામ કરતુતોનો પર્દાફાશ થયો હતો. અને બાદમાં સમગ્ર બાબતની જાણ પોલીસને કતી પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.