કોરોનાની મહામારી વચ્ચે 48 કલાકમાં અંતરીક્ષથી ધરતી તરફ આવી રહી છે બીજી મહાકાય મુસીબત,જાણો.
લોકોને આકાશમાં એક ખતરનાક નજારો જોવા મળશે.કારણ કે તમને જણાવી દઈએ કે ધરતીની એકદમ નજીકથી અંતરિક્ષમાં એક મહાકાય આફત પસાર થઈ રહી છે. અને જેને હવે માત્રને માત્ર 48 કલાક જેટલો જ સમય બાકી છે. એક બાજુ દુનિયા કોરોના સામે લડી રહી છે તો સામે બીજી બાજુ આ નવી આફત અંતરિક્ષમાંથી આવી રહી છે. જેને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો ખુબ જ પરેશાન છે. વૈજ્ઞાનિકોની વાત માનીએ તો જો દિશામાં થોડું પણ પરિવર્તન થયું તો ખતરો વધી શકે છે.
તમને જણાવી દઈએ કે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ આજ થી લગભગ દોઢ મહિના પહેલા એ વાતનો ખુલાસો કર્યો હતો કે ધરતી તરફ એક મોટો એસ્ટેરોઈડ ઝડપથી આવી રહ્યો છે. અને કહેવાઈ રહ્યું છે કે આ એસ્ટેરોઈડ ધરતીના સૌથી ઉંચા પહાડ માઉન્ડ એવરેસ્ટથી પણ અનેક ગણો મહાકાય છે.
વૈજ્ઞાનિકોના મતે આ એસ્ટેરોઈડની ઝડપ 31,319 કિલોમીટર પ્રતિ કલાકની છે. એટલે કે લગભગ 8.72 કિલોમીટર પ્રતિ સેકન્ડ ઝડપ છે. અને જો આટલી ઝડપે તે ધરતીના કોઈ ભાગમાં ટકારય તો મોટી સુનામી લાવી શકે છે. અથવા પછી ઘણા બધા દેશોને બરબાદ પણ કરી શકે છે.
જોકે નાસન્ક વૈજ્ઞાનિકોની વાત માનીએ તો નાસાનું કહેવું છે કે આ એસ્ટેરોઈડથી લોકોએ ડરવાની જરૂર નથી. કારણ કે તે ધરતીથી 62.90 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. અંતરીક્ષ વૈજ્ઞાનમાં આ અંતર વધારે નથી મનાતું.તો બીજી બાજુ કેટલાક વૈજ્ઞાનિકોએ તેના ધરતી સાથે ટકરાવવાની પણ સંભાવના દર્શાવી છે.
તમને એ પણ જણાવી દઈએ કે આ એસ્ટેરોઈડને 52768 નામ આપવામાં આવ્યું છે. આ એસ્ટેરોઈડને નાસાએ સૌથી પહેલા 1998માં જોયા હતો.અને તેનો વ્યાસ લગભગ 4 કિલોમીટરનો છે.અહી ઉલ્લેખનીય છે કે એસ્ટેરોઈડ 29 એપ્રિલ બપોરે 3.26 મિનિટે (ભારતીય સમય) ધરતીની નજીકથી પસાર થશે. આ બાદ 52768 એસ્ટેરોઈડ ધરતીનું આગામી ચક્કર 18 મે 2031ની આસપાસ લગાવી શકે છે. અને ત્યારે તે પૃથ્વીથી 1.90 કરોડ કિલોમીટર દૂર હોઈ શકે છે.