AhmedabadGujarat

નોકરી જવાના સમયે પતિએ પત્ની સાથે કર્યું એવું કે પત્ની પોલીસ સ્ટેશન પહોંચી ગઈ

અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીએ કરિયાણું લાવવા પોતાના પતિ પાસે રૂપિયા માંગ્યા તો પતિએ ગુસ્સે થઈ ગયો હતો અને પોતાની ઓટની સાથે ઝઘડો કરી તેને ઢોર માર માર્યો હતો. અને આ દરમિયાન પરિણીતાના સાસુ-સસરા ત્યાં આવી જતાં તેની સાસુએ પણ તેને માર માર્યો તેમજ તેના સસરાએ પરિણીતાને ટરપેન્ટાઇન નાખીને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં એક પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સવારના નવ વાગ્યાની આસપાસ પરિણીતા નોકરી જઇ રહી હતી. ત્યારે ઘરમાં કરીયાણું પૂરું થઇ ગયું હોવાના કારણે તેણે પોતાના પતિ પાસે કરિયાણું લાવવા માટે રૂપિયા માંગ્યા હતાં. જે બાદ મહિલાનો પતિ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીને કહ્યું હતું કે, તારે મારી પાસે પૈસા માનગવાના નહીં. અને ત્યારબાદ પતિએ તેની ઓટણીને ગંદી ગંદી ગાળો આપી તેમજ તેને ઢોર માર માર્યો હતો.

નોંધનીય છે કે, પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાને કારણે મહિલાના સાસુ-સસરા પણ આ દરમિયાન ત્યાં આવી ગયા હતાં. ત્યારે તેમણે પણ તેમના પુત્રનો સાથ આપીને પરિણીતાને ગંદી ગંદી ગાળો આપી હતી. અને સાસુએ પણ પરિણીતાને માર માર્યો હતો. જ્યારે ફરિયાદી પરિણીતાના સસરાએ પરિણીતાને ટરપેન્ટાઇન નાંખીને તેને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાને લઈને પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી.ત્યારે ફરિયાદના આધારે પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોચી હતી. પોલીસે આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ પોતાની સાથે બનેલ આ ઘટનાની જાણ તેના પિયરમાં કરતા પરિણીતાના ભાઈ અને માતા પણ ત્યાં તાત્કાલિક આવી પહોચ્યા હતાં.

Related Articles