અમદાવાદવાસીઓ માટે ફરવાની જગ્યા એવા અટલ બ્રિજને લઈને એક માઠા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર બનેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ડરનો માહોલ બન્યો છે. તમને જણાવી દઈએ કે, હજુ થોડા મહિનાઓ અગાઉ જ મોરબીમાં જુલતા બ્રિજની દુર્ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, આટલા ઓછા સમયમાં અમદાવાદ રિવર ફ્રન્ટ પર બનેલ અટલ બ્રિજ પર અચાનક જ કાચ તૂટી જતા હાલ તો તંત્ર સામે સવાલો ઉભા થયા છે. અટલ બ્રિજ બને હજુ 1 વર્ષ પણ નથી થયું ત્યાં પ્રકારના દ્રશ્યો સર્જાતા બ્રિજની કામગીરી પર લોકો અનેક સવાલ કરી રહ્યા છે. આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તેના માટે તંત્ર એ કાચ તૂટ્યો છે ત્યાં બેરિકેટ લગાવી દીધા છે અને શહેરીજનો તેમજ બહારથી આવતા લોકોને હાલ તો આ જગ્યાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, 74 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે નિર્માણ પામેલ અટલ બ્રિજનું વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે બ્રીજ બન્યાના માત્ર 1 વર્ષમાં જ બ્રીજ પર કાચ તૂટી જવાના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે હાલ તો શહેરીજનો તંત્ર સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ તો તંત્રએ આ મામલે તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક આસરથી તૂટેલા કાચની આસપાસ બેરીકેટ લગાવ્યા છે
આ પણ વાંચો: અડધી રાત્રે ઈંટોના ભઠ્ઠામાં લઇ જઇ પતિએ પત્ની સાથે કર્યું કે…
આ પણ વાંચો: ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ