અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આજે અમે તમને અતીક અહેમદના કાળા કારોબારની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જે દરમિયાન અતીક અહેમદ સાબરમતી જેલમાં હતો. તે દરમિયાન તેણે પોતાનું કાળું નાણું ઉત્તર પ્રદેશની બહાર કેવી રીતે રોકાણ કર્યું. સાબરમતી જેલમાં તેના રોકાણ દરમિયાન, અતીકે તેના કાળા નાણાંને સફેદ કરવા માટે ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નાણાંનું રોકાણ કર્યું હતું. અતીકે જેલમાં રહીને રિયલ એસ્ટેટ અને હોટેલ બિઝનેસમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
અતીક અહમદને ઉમેશ પાલની હત્યામાં આરોપી બનાવાયા બાદ અતીકના બિઝનેસ મિત્રોએ કોલ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આવી સ્થિતિમાં અતીકના તે ભાગીદારોની પણ પૂછપરછ કરવામાં આવશે કે આતિકે ક્યાં પૈસા રોક્યા હતા. પોલીસ અન્ય રાજ્યોના વેપારીઓની પણ પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછમાં પોલીસને અતીકના ગેરકાયદે નાણાંનું સામ્રાજ્ય વધારવાની માહિતી મળી છે. સાબરમતીમાં રહેતા જટુ અને કેતનના કહેવા મુજબ અતીકે ગુજરાતમાં જમીનના વ્યવસાયમાં રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો: Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ પૈસા વિશે કહ્યું આટલું, આ કામ કરશો તો ધનવાન જ રહેશો
આ પણ વાંચો: લુપ્ત થતી દેશી કેરીની જાતને બચાવવા માટે આ ઉદ્યોગપતિએ કરી અનોખી પહેલ
અતીક અહેમદે અમદાવાદના નઝીર બોરા અને અલી રઝા મારફતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. અતીકના પૈસા ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, એમપી અને દિલ્હીમાં પણ રોકાયા છે. આ મામલે પોલીસને કેટલીક કડીઓ પણ મળી છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે અતીક અહેમદે ઉત્તર પ્રદેશ બહારના રાજ્યોમાં 1500 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તે જ સમયે, તપાસ એજન્સીઓ પણ આ બેનામી સંપત્તિના દસ્તાવેજો શોધવામાં વ્યસ્ત છે. નક્કર પુરાવા મળ્યા બાદ ટૂંક સમયમાં આ બેનામી મિલકતો જપ્ત કરવામાં આવશે.