GujaratAhmedabad

લુપ્ત થતી દેશી કેરીની જાતને બચાવવા માટે આ ઉદ્યોગપતિએ કરી અનોખી પહેલ

આધુનિક ટેકનોલોજીના કારણે ખેડૂતો તેમના પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે શાકભાજી, હાઈબ્રીડ ફ્રૂટ, અનાજ સહિતની અનેક વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા છે. જેને કારણે ઘણા બધા શાકભાજી અને ફળોની દેશી જાત લુપ્ત થતી જઈ રહી છે. ત્યારે રાજકોટ શહેરના જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા અને જાણીતા ઉદ્યોગપતિ એવા મનસુખભાઇ સુવાગીયાએ વર્ષમાં 2008માં એક સંશોધન કર્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી દેશી આંબાની 90 ટકા કરતા પણ વધુ જાતિ લુપ્ત થઈ ગઈ હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું.

મનસુખભાઈ સુવાગીયાના જણાવ્યા અનુસાર, કૃષિ વિજ્ઞાનના નામે આપણા દેશમાં હાઈબ્રિડ બીજની લોકોએ આંધળી દોટ મૂકી છે. જેના કારણે કેસર કેરીથી અનેક ગણું ઉત્પાદન આપતી તેમજ તેના કરતા સ્વાદ-સુગંધમાં પણ સૌથી શ્રેષ્ઠ એવા દેશી આંબાની 90 ટકા જાતો તેમજ દેશી ફળો,અનાજ-મસાલા-કંદ-શાકભાજીની 70 ટકાથી પણ વધુ જાતો લુપ્ત થઇ ગઇ છે. ત્યારે વર્ષ 2008થી આ પ્રકૃતિ વિનાશને બચાવવા માટે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા દેશી બીજ સુરક્ષા યોજના હાથ ધરવામાં આવી છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા લુપ્ત થઇ રહેલા 100થી પણ વધુ ઉત્તમ જાતના દેશી આંબા, 100થી પણ વધુ પ્રકાર ધરાવતા દિવ્ય વનઔષધ તેમજ 200 પ્રકારના ઉત્તમ દેશી કૃષિ બીજનું વાવેતર કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, મનસુખભાઇ ખેડૂત પુત્ર છે. તેમણે તેમના અનુભવો અને પોતે કરેલા અભ્યાસના આધારે તેમણે ઉત્તમ દેશી આંબા તેમજ દિવ્ય વનસ્પતિઓની લુપ્તતા શોધી હતી. સૌરાષ્ટ્રના બે હજાર જેટલા ગામોમાં દેશી આંબાની 50 થી 100 જેટલી વિવિધ પ્રકારની દેશી જાતો હતી. જેમાં ગિરનાર,પંચમઢી તપોગીર, આબુ તેમજ હીમાલય જેવા અનેક પર્વતોમાં હજારો દેશી આંબાનો તેમણે અભ્યાસ કર્યો. તેઓના અંદાજ અનુસાર, દેશમાં દેશી આંબાની હજારો પ્રકારની જાતો હતી. તેમાથી 20 ટકા જેટલી જાતો સુગંધ,મીઠાશ, ટકાઉ ક્ષમતા, પોષક ગુણ અને વિપરિત વાતાવરણ-જમીનમાં ઉછેર અને ઉત્પાદનમાં શ્રેષ્ઠ જાતો હતી. હાઇબ્રીડ બીજ તરફ આંધળી દોટ મુકવાના કારણે અનેક ફળો અને અનાજ તે.જ શાકભાજીની દેશી જાતો લુપ્ત થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, મનસુખભાઈએ સંશોધન કર્તાની સાથોસાથ તેમના જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી અનેકો ગામો તેમજ ગિરનાર પર્વત,ગુજરાતની અનેક જગ્યાઓ, રાજસ્થાન,આબુ પર્વત,પંચમઢી પર્વત, મધ્યપ્રદેશ સહિત અનેક જગ્યાઓ પર જઈને જઈને દેશી આખા તેમજ દિવ્ય વનસ્પતિના બીજનુ સફળ વાવેતર કર્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે