India

અતિક અને અશરફની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, નજીકના વ્યક્તિએ જ…..

અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે અતિકના નજીકના લોકોની પણ તપાસ હાથ ધરાઈ છે. અતીક તેમજ અશરફ સાથે જે પણ લોકોને સંબંધ હતો તે દરેક વ્યક્તિની તપાસ પોલોસે હાથ ધરી છે. તેમાં ઘણા ગુનેગારો,રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ફાઈનાન્સરો, અને વ્હાઇટ કોલરનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ એક સમયે અતિક અહેમદની અત્યંત નજીક હતો એવો અને ગુનામાં ભાગીદાર હતો તેવો ઇમરાન પણ તે તેમાંથી એક છે.

ઉલ્લેખનીય છે કે, ઇમરાન એ સંબંધમાં અહેમદનો સાઢુ થાય છે, ઇમરાન પહેલા અતિકનો ખુબ નજીકનો વ્યક્તિ અને તેના સાથે કામ કરતો હતો પરંતુ કઈક અણબનાવ થતાં ઇમરાન આતિક અહેમદથી અલગ થઈ ગયો હતો. જો કે આ સમગ્ર મામલામાં મોટી વાત એ છે કે, ઇમરણના ભાઈ જીશાની FIR ના પગલે જ આજે અતિક અહેમદનો પુત્ર અલી જે બાબતને લઈને જેલમાં બંધ છે. બિલ્ડર મોહમ્મદ મુસ્લિમ અને અતીક અહેમદના પુત્ર અસદનો તાજેતરમાં જ એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે ઓડિયામાં આ જ ઈમરાનનો અનેક વખત ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો.

જાણકારી અનુસાર, ઇમરાન અને મોહમ્મદ મુસ્લિમ વચ્ચે થતી મુલાકાતથી અતીકનો પુત્ર અસદ અહેમદ ખૂબ નારાજ થઈ રહ્યો હતો. આ ઇમરાનનું ઘર ઉત્તર પ્રદેશની યોગી સરકારે તોડી પાડ્યું હતું. જુના પાર્ટનર અને સંબંધમાં સગા સાઢુ ભાઈ હોવા છતાં પણ અતીક અહેમદ ઈમરાનને સહેજ પણ પસંદ કરતો ન હતો.

તમને જણાવી દઈએ કે, અતિક અને અશરફની હત્યા થઈ તેના પહેલા મોહમ્મદ મુસ્લિમ સતત કેમ મળી રહ્યા હતા? શું અતીક અહેમદના આ બંને દુશ્મનોએ સાથે મળીને તો અતીક અહેમદ અને અશરફની હત્યા કરાવી છે કે કેમ? તે દિશામાં હાલ તો એટીએસ તપાસ કરી રહી છે. માફિયા અતીક અહેમદના હિસ્ટ્રીશીટર સાઢુ ઇમરાન અને તેના સાગરીતોની સપનાઓનું શહેર અહેમદ સિટી અને અલીના સિટી બન્યા પહેલાજ ઉજાડી દીધું હતું. અહેમદ સિટીને ત્રણસો વીઘામાં વસાવવા માટે કરાયેલા કાવતરાં સીએમ યોગીના બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે