Gujarat

ગુજરાતમાં વરસાદ અંગે ખરાબ સમાચાર, હવામાન વિભાગે શું માહિતી આપી જાણો

અમદાવાદ: રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે હવામાન વિભાગે રાજ્યના હવામાનની આગાહી કરી છે. જેમાં તેમણે ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર આપ્યા છે. તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં વધુ વરસાદની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત : કેન્સરની સારવાર માટે જામીન માંગનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન નામંજૂર

અમદાવાદ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ આજે બપોરે આગાહી કરી છે કે ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધુ વરસાદની શક્યતા નથી દેખાઈ રહી.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદમાં પણ વધુ વરસાદની કોઈ શક્યતા નથી. સામાન્ય વરસાદ પડી શકે છે. તેની શક્યતા પણ થોડી છે. હવામાન વિભાગના નકશા મુજબ આવતીકાલે 23મી ઓગસ્ટે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: કરુણ ઘટના : રાજકોટમાં કેન્સરની બીમારીથી કંટાળી પતિએ ઝેર પીધું તો પત્નીએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું