
ઉત્તરાખંડ રાજ્યને દેવોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામમાં તાજેતરમાં જ બરફ વર્ષા થઈ હતી. જેના કારણે બદ્રીનાથ ધામ બરફની ચાદર નીચે ઢંકાઈ ગયું છે. ઠંડીની શરૂઆત થતા જ અહીં ચારધામ યાત્રા બંધ કરી દેવામાં આવે છે કારણ કે અહીં બરફ છવાયેલો રહે છે જેમાં કોઈ વ્યક્તિ માટે રહેવું મુશ્કેલ છે. તાજેતરમાં જે બરફ વર્ષા થઈ છે તેના કારણે બદ્રીનાથની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે.
બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત ચાર ધામમાંથી એક છે. મંદિરની આસપાસ બરફથી ઢંકાયેલા પર્વત જોવા મળે છે. ઠંડીના દિવસોમાં આ જગ્યાની સુંદરતા ખૂબ જ વધી જાય છે. જોકે શિયાળાની ઋતુ દરમિયાન મંદિરના કપાટ બંધ રહે છે અને મેં મહિનામાં ખોલવામાં આવે છે.
બદ્રીનાથમાં જાન્યુઆરી મહિનામાં જે બરફ વર્ષા થઈ છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં દુર દુર સુધી ફક્ત બરફ જ જોવા મળે છે. અહીં ઠંડી કેટલી હશે તેની તો કલ્પના પણ ન કરી શકાય પરંતુ નજારો જોવામાં ખૂબ જ સુંદર દેખાય છે.
અહીં આવેલા તળાવ પણ બરફથી ઢંકાઈ ચુક્યા છે. અહીં વસતા સ્થાનિક લોકો તળાવ ઉપર આરામથી ચાલતા જોવા મળે છે. બદ્રીનાથ ધામ ના દરવાજા ભક્તો માટે તો બનશે પરંતુ કેટલાક જવાન બાબાના મંદિરની રખવાળી માટે અહીં જ રોકાય છે. તેમના માટે અહીં જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
બદ્રીનાથ ધામ વિશે એવું કહેવાય છે કે એક વખત ભગવાન વિષ્ણુ અહીં આવ્યા હતા અને ધ્યાનમાં બેઠા હતા. તેઓ ધ્યાનમાં લઈને થઈ ગયા અને બરફ પડવા લાગ્યો તેવા માતા લક્ષ્મી એ ઝાડ બનીને તેમની રક્ષા કરી હતી. ભગવાન વિષ્ણુ તેમનાથી પ્રભાવિત થયા અને તેમણે તે ઝાડની બદરી વિશાલ નામ આપ્યું. ત્યાર પછી દુનિયાભરમાં આ ધામને બદ્રીનાથ ધામ તરીકે ઓળખવામાં આવ્યું.