Bageshwar Dham : બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) તેમની બિહારની મુલાકાતને કારણે ચર્ચામાં છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ ધીરેન્દ્ર શાસ્ત્રીનો જોરદાર વિરોધ કરી રહી છે. બાગેશ્વર સરકાર સામે વિરોધનો મોરચો તેજ પ્રતાપ યાદવ સંભાળી રહ્યા છે. તેજ પ્રતાપે કહ્યું કે, બાગેશ્વર બાબા માફી માંગવા માટે રોજ પોતાના માણસોને બિહાર મોકલી રહ્યા છે. બાગેશ્વર બાબા કાયર અને દેશદ્રોહી છે. તે હિંદુ-મુસ્લિમોને લડાવે છે.
જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) 12મી મેના રોજ પટનામાં કોર્ટ યોજવા જઈ રહ્યા છે. તેઓ 13 થી 17 મે દરમિયાન પટનામાં ભાગવત કથા કહેવાના છે. તેમના આ કાર્યક્રમને લઈને બિહારમાં હંગામો મચી ગયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને બિહાર સરકાર અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં આવનાર મોકા સાયક્લોનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બિહાર સરકારમાં મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ધીરેન્દ્ર શાસ્ત્રી પર ખુલ્લેઆમ પ્રહારો કરી રહ્યા છે. આજે મંગળવારે તેમણે કહ્યું કે બાગેશ્વર ધામના લોકો અમારી માફી માંગે છે. તેમણે કહ્યું કે બાગેશ્વર બાબાના લોકો દરરોજ તેમના દરવાજે માફી માંગવા પહોંચી રહ્યા છે. તેજ પ્રતાપે પોતાની વાતનો પુરાવો આપવાની વાત પણ કરી, તેમણે કહ્યું કે તેઓ આ સમગ્ર ઘટનાનો વીડિયો જાહેર કરશે.
આ પણ વાંચો: ઘોર કળયુગ; નરાધમ પુત્ર સગી જનેતા પર આચરતો હતો દુષ્કર્મ
આ પહેલા પણ તેજ પ્રતાપ સિંહ અને જગદાનંદ સિંહ બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની બિહાર મુલાકાત પર આકરી પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. તેજ પ્રતાપ યાદવે ધમકી આપી હતી કે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) નો ઉદ્દેશ્ય બિહારમાં સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવાનો હશે તો તેઓ વિરોધ કરશે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી અહીં આવીને સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરશે તો હું એરપોર્ટ પર વિરોધ કરીશ. તે બિહારમાં ત્યારે જ પ્રવેશી શકશે જ્યારે તે હિન્દુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી ભાઈચારાનો સંદેશ આપશે.