ધોળકા-બગોદરા હાઇવે પર ઇકો ગાડીનો થયો ભયંકર અકસ્માત, ઘટનાસ્થળ પર પાંચના મોત
ધોળકાથી અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકાથી બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. તેમાં જાણવા મળ્યું છે કે, ઇકો ગાડી કોઈ અજાણ્યા વાહનથી ટકરાઈ ગઈ હતી જેના લીધે ત્રણ મહિલા અને બે પુરુષના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ ૧૦૮ ને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ ના મારફતે ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
તેની સાથે આ ઘટના જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, ઇકો ગાડીમાં ઠાકોર પરિવાર સવાર હતો જે વારસંગથી નીકળીને બરવાળા ખાતે આવેલ માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ખેડા જિલ્લાના વારસંગના રહેનાર બરવાળા ખાતે માતાજીના દર્શન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર આવેલ સાંઈ દર્શન સોસાયટીની બાજુમાં સવારના સમયે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ ગઈ હતી. આ અથડામણ એટલી ભયંકર હતી કે તેના લીધે ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા.
ત્યાર બાદ ઘટનાની જાણકારી 108 ને કરવામાં આવી અને તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને તેના દ્વારા ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા રહેલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.