AhmedabadGujarat

પુત્રના કારણે પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ આવ્યો સૌની સામે

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારના રોજ મોડી રાત્રીના સમયે સર્જાયેલા ગોઝારાઅકસ્માતની ઘટનામાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતના આરોપી કારચાલક તથ્ય પટેલના કારણે તેના પિતાની ગુનાહિત કુંડળી પણ સામે આવી છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગેંગરેપ સહિત કુલ 8 ગુના નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2020 માં સૌરાષ્ટ્ર ખાતેની એક યુવતી સાથે થયેલ ગેંગરેપના કેસમાં પ્રજ્ઞેશ પટેલ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર, આ કેસમાં આરોપીઓએ યુવતીને તેનું ભવિષ્ય બનાવી દેવાના ખોટા સપના બતાવીને તેની સાથે જુદી જુદી હોટલોમાં દુષ્કર્મ આચર્યું હતું. જોકે પ્રજ્ઞેશ પટેલને ત્યારપછી આ કેસમાં જામીન મળી ગયા હતા. વર્ષ 2021માં ગેંગરેપના ગુનાના સહ-આરોપી અને એવા જૈમિન પટ જેલમા સહ-આરોપી અને પ્રજ્ઞેશ પટેલના મિત્ર એવા જૈમિન પટેલે જેલમાંથી ક્યારેય ન છૂટવાના ડરથી તેણે સાબરમતી જેલમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે પણ ફરી એક વખત પ્રજ્ઞેશ પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે હવે પુત્રએ કરેલ અકસ્માતને કારણે ફરી એકવાર પ્રજ્ઞેશ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, બુધવારે મોડી રાત્રીના સમયે અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે આ કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પુત્રના કારણે હાલ તો પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ પણ સૌની સમક્ષ ઉજાગર થઈ રહ્યો છે.