Ahmedabad

આ PSI ભાવનાબહેનની થઇ રહી છે ચારે-કોર ચર્ચા,પરિવાર ની ચિંતા પહેલા લોકોની સલામતી માટે ખડેપગે,

અત્યારે ગુજરાત,ભારત સહિત આખી દુનિયા કોરોનાની ઝપેટમાં છે ત્યારે આરોગ્ય અને પોલીસ ખાતું જ્યારે લોકો માટે વરદાનરૂપ સાબિત થઇ રહ્યું હોય એમ લોકોની સેવામાં કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ખડેપગે છે.આપણને પોલીસ અને ડોકટરોના ઘણા માનવતાભર્યા કિસ્સા સાંભળવા મળ્યા છે.એવામાં જ આપણી ગુજરાત પોલીસના મહિલા PSI ભાવનાબહેન નો કિસ્સો ખુબ જ ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે ભાવનાબહેન ની ડ્યુટી હાલ માધુપુર પોલીસ સ્ટેશન અમદાવાદમાં છે. તેઓ હાલ ત્યાં PSI તરીકે ફરજ બજાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ૨૦ માર્ચના રોજ PM મોદીની એક હાકલથી કોરોના સામે બાયો ચડાવવા જનતા કર્ફ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું એના એક દિવસ અગાઉ ભાવના બહેન પોતાના દોઢ વર્ષના દીકરા સાથે પોતાના વતન મહેસાણાની મુલાકાતે ગયા હતા.આ મુલાકાત પછી માં-દીકરા વચ્ચેની અંતર આટલું બધું વધી જશે એવું ભાવનાબહેને વિચાર પણ નહોતો કર્યો.

મળતી માહિતી અનુસાર ત્યાર પછી ભાવનાબહેન પોતાના વ્હાલસોયા દીકરાને એકવાર પણ મળ્યા નથી.ભાવના બહેને પોતાની ફરજમાં સહેજ પણ ચૂક આવવા દીધી નથી અને લોકો માટે સતત ખડેપગે છે.અહી  મહત્વની વાત એ છેકે, ભાવનાબેન દાણીલીમડા પોલીસ લાઈનમાં રહે છે. જ્યાં અનેક લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તેમ છતાં સવારે 8 વાગ્યે પોતાની ફરજના સ્થળે હાજર થઇ જાય છે અને રાત્રે 9 વાગ્યા સુધી પોતાની ફરજ નિભાવે છે.

તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન ઘણીવાર પોતાના વ્હાલસોયા દીકરાની વાત આવે ત્યારે ભાવનાબેનની આંખ ભીની થઇ જાય છે. પરંતુ તેમની લોકો પ્રત્યેની ફરજ અને નિષ્ઠાપૂર્વકની જવાબદારી તેમના આંખના આંસુ પણ લૂછી નાંખે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં એકપણ દિવસ રજાની માગ કર્યા વિના અને જ્યાં સુધી ઉપરથી ઓર્રડ ન આવે ત્યાં સુધી ફરજ પર હાજર રહેવા ભાવનાબેન તૈયાર છે. ખરેખર પોતાના પરિવારથી દુર રહી લોકોની સેવામાં હરહમેશ ખડેપગે રહેતા ભાવના બહેનને સલામ છે.

આતો અહી વાત ભાવના બહેનની કરી પરંતુ ભાવના બહેનની જેમ જ કેટલાય પોલીસ મિત્રો અને ડોકટરો પોતાના પરિવારની કે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકો માટે ખડેપગે ઉભા છે એ પણ આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.