ગુજરાતમાં વરસાદી પાણીની તબાહી બાદ આવી રહ્યું છે વધુ એક મોટું સંકટ, કચ્છનાં આ સ્થળોએ પ્રતિબંધ જાહેર

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર વરસાદ પડવાની આગાહી છે. જયારે અનેક જિલ્લાઓમાં ટૂંકા સમયગાળામાં ઘણો વરસાદ પડી જવાને કારણે નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે, અને શહેરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

જો કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે હાલમાં ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ 30 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેવાની શક્યતા જણાવી છે અને ત્યારબાદ તે આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર તરફ જશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે ગુજરાતમાં વાવાઝોડું આવશે જેનું નામ ‘આશના વાવાઝોડું’ રાખવામાં આવ્યું છે. ત્યારે હાલમાં ગુજરાતમાં વરસાદી પાણીની તબાહી બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જે હાલમાં જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હાલમાં હવામાન વિભાગ દ્વારા આ ‘આશના વાવાઝોડા’ ને લઈને અલર્ટ આપી દેવામાં આવ્યું છે. જો કે હાલની સ્થિતિ પ્રમાણે આ ડીપ્રેશન હવે કચ્છ તરફ આવ્યું છે અને અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જે સિસ્ટમ હવે શુક્રવાર સુધીમાં વાવાઝોડું બનશે. જેને લઈને હાલમાં 30 ઓગસ્ટે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે.

 

જો કે હાલની સ્થિતિ પ્રમાણે આ ડીપ્રેશન હવે કચ્છ તરફ આવ્યું છે જેને લઈને કચ્છ કલેક્ટર દ્વારા 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. અને આ જાહેરનામાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી પણ કરવાનું જણવવામાં આવ્યું છે. આ ઉપરાંત સાથે સાથે આ 87 જેટલા સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવેશે નહિ તેની વિશેષ તાકીદ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, કચ્છ કલેક્ટર દ્વારા 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મુંદ્વામાં આવેલ કાળાધોધા ડેમ, ખેંગાર સાગર ડેમ, જયરામસર તળાવ માંડવીમાં આવેલ માંડવી બીચ, વલ્લભનગર તળાવ, ટોપણસર તળાવ (નાનુ, મોટુ), મંગલેશ્વર તળાવ, શિતલા તળાવ, બિદડા તળાવ, લાયજા મોટા તળાવ, ગઢશીશા તળાવ, બાડા તળાવ, જ્યોતેશ્વર ડેમ, મોટુ તળાવ-ભોજાય, રાતા તળાવ ગુશીશા, વિજય સાગર ડેમ, વિંગડીયા તળાવ

અબડાસામાં આવેલ મેખાણા તળાવ, હાજાસર તળાવ, મીઠી ડેમ રામપર, વામાસર તળાવ, જંગડીયા ડેમ, પીયોણી મહાદેવ તળાવ, બુરખાણ નદી વિસ્તાર, મીઠી નદી વિસ્તાર, કડોલી તળાવ, સુથરી બિચ વિસ્તાર, પિંગલેશ્વર દરીયા કિનારો, જાંગીરા તળાવ, જખૌ બંદર વિસ્તાર, કંકાવટી નદી નુંધાતર, નાયરો નદી વિસ્તાર, ભલિરા તળાવ,કપીલસર તળાવ જયારે લખપતમાં આવેલ સાંધો ડેમ, કુંડીધોધ, ગોધાતળ ડેમ, નરા ડેમ, ભાડરા ડેમ

નખત્રાણામાં આવેલ ઓરીડા નિરોણા ડેમ, કડીયાધ્રોધ ધોધ, મથલ ડેમ, પાલારધુના ધોધ, નનામો ડુંગર, ધિણોધર ડુંગર ભુજમાં આવેલ હમીરસર તળાવ, ખારીનદી વિસ્તાર, ભેડમાતા વિસ્તાર, નાડાપા ખાડી વિસ્તાર, ખત્રી તળાવ, હાથિયા નદી વિસ્તાર, કારીમોરી તળાવ, ઉંટ ધ્રો ધોધ-ઝીંકડી,માવડી તળાવ, રતડીયા ડેમ, ગજોડ ડેમ, ખાવડા ગામ તળાવ, ગાગડીયો તળાવ, જુનારા તળાવ, ભિરંડીયા તળાવ, મીસરીયાડો તળાવ, ધુનારાજા ડેમ, ગધેડા નદી વિસ્તાર, રૂદ્રમાતા ડેમ, જામકુનરીયા તળાવ, લુડીયા ગામ તળાવ, વડગામ તળાવ,

અંજારમાં આવેલ વરસામેડી નર્મદા કેનાલ, મેઘપર કુંભારડી કેનાલ, ઝરૂ ડેમ, પુરી વાડો તળાવ, સવાસર તળાવ, ટપ્પર ડેમ, નિંગાળ ડેમ, ગાંધીધામમાં આવેલ શિણાય કેનાલ, ગળપાદર તળાવ, કિડાણા તળાવ, મોડો કોઝવે, ગળપાદર તળાવ, શિણાય ડેમ, અંતરજાળ તળાવ

આ ઉપરાંત ભચાઉમાં આવેલ કરમરીયા તળાવ, કરગરીયા તળાવ, બટીયા તળાવ, છછડા તળાવ અને રાપરના સુવઈ ડેમ, કંધોકા ડેમ, કાગનોરા ડેમ પર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.