નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે ઘણા લોકો કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને CNG વિકલ્પ તરફ ધ્યાન આપી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ તક હોઈ શકે છે. આ મહિને ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને મારુતિ સુઝુકી જેવી કંપનીઓ CNG મોડલ્સ પર સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો કે ડિસ્કાઉન્ટ દરેક રાજ્યમાં અલગ હોય શકે છે.તમે 31 ડિસેમ્બર પહેલા 5 CNG કાર ખરીદીને ઘણી બચત કરી શકો છો.
1. Tata Tiago CNG: જો તમે 31 ડિસેમ્બર પહેલા Tata Tiago ખરીદો છો તો તમને 30 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ભારતમાં આ હેચબેકની એક્સ-શોરૂમ કિંમત 5,59,900 રૂપિયાથી 7,14,900 રૂપિયા સુધીની છે. આ કાર સારી માઈલેજ સાથે આવે છે.
2. Tata Tigor CNG: ટાટા મોટર્સની બીજી CNG કાર Tigor પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે આ મહિને CNG વેરિઅન્ટ ખરીદીને 35 હજાર રૂપિયા બચાવી શકો છો. ભારતમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 7,79,900 રૂપિયાથી શરૂ થાય છે.
3.Hyundai Aura: Hyundaiના આ CNG મોડલ પર 20 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 3 હજાર રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારના CNG મોડલની એક્સ-શોરૂમ કિંમત 8,22,800 રૂપિયાથી 8,99,800 રૂપિયા સુધીની છે.
4. Maruti Suzuki Celerio: મારુતિ સુઝુકીની આ હેચબેક પર તમને 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આમાં 30 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ કારના CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 6,37,500 રૂપિયા છે.
5. Hyundai Grand i10 Nios CNG :જો તમે ડિસેમ્બરમાં Hyundaiની આ લોકપ્રિય હેચબેક ખરીદો છો, તો તમને 35 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 3 હજાર રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7,68,300 રૂપિયાથી લઈને 8,22,950 રૂપિયા સુધીની છે.