કોલેજમાં ગયા બાદ ગુમ થયેલ વણકર પરિવારની બે બહેનોને લઈને સામે આવી મોટી જાણકારી….
વડોદરામાં બે કોલેજીયન યુવતી છેલ્લા ૫૦ થી વધુ દિવસથી ગુમ થઈ ગઈ હતી. જ્યારે હવે તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. માતર ના લીંબાસી પોલીસ સમક્ષ આ બંને યુવતીઓ હાજર થઈ ગઈ છે અને તેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે.
થોડા મહિના અગાઉ વડોદરા ના હરણી ખાતેથી બે કોલેજીયન યુવતી અચાનક ગુમ થઈ ગઈ હતી. તેની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી દ્વારા છેલ્લા 50 દિવસ બાદ બંને યુવતીઓને શોધવામાં આવી રહી હતી પરંતુ તેની કોઈ જાણકારી મળી નહોતી.
જ્યારે હવે આ બંને યુવતી ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં આવેલ લીંબાસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ હતી. રવિવારના એટલે આજે એકાએક આ બંને યુવતીઓ હાજર થઈ જતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની દોડતી થઈ ગઈ હતી. આ અગાઉ વડોદરા પોલીસ દ્વારા MSU થી લઈ હરણી સુધીના માર્ગના સંખ્યાબંધ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. હરણીમાં ચીમન વણકરની બે દીકરીઓ ગત 17 મી ફેબ્રુઆરીના રોજ ગુમ થઈ ગઈ હતી અને બંને દીકરીઓ ની શોધ પિતા અને પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી.
તેની સાથે એક મોટી જાણકારી સામે આવી છે કે, લાપતા થયેલ બંને પૈકી માં એક યુવતી એ લીંબાસીના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. વડોદરા ની ક્રાઈમ બ્રાન્ચ ટીમ લીંબાસી પહોંચી આ બંને યુવતીઓનો કબ્જો મેળવી બંને યુવતી થી પૂછપરછ શરૂ કરી દીધી છે. આ બે પૈકી એક યુવતી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે કે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાંથી અમે સ્ટેટમેન્ટ આપવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ અહીંયાથી લાવવા અને લઈ જવા સુધીની તમામ જવાબદારી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની રહેવાની છે હું મારી મરજીથી અહીં આવી છું. વધુ જાણકારી અમે વડોદરા પહોંચી પોલીસની હાજરીમાં આપીશું.