ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાને લઈને સામે આવી મોટી જાણકારી…..
વાપીના રાતા ગામના તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કરવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થોડા દિવસ પહેલા ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં મૃતકની પત્ની દ્વારા ડુંગરા પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ છ અને બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે વલસાડ જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે શંકાસ્પદ છ ઇસમોને રાઉન્ડ અપ કરી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ફાયરીંગ કરી હત્યા કરાઈ હતી. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે શિવ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફાયરીંગ ઈસમો નાસી ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. એવામાં પ્રથમ વખત બોડીગાર્ડ વગર પરિવાર સાથે શિવ મંદિરે શૈલેષ પટેલ ગયા હતા. આરોપીઓ દ્વારા આ તકનો લાભ લઈને શૈલેષભાઇ પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેમાં ત્રણ રાઉન્ડ ગોળીમાં તેમનો જીવ ચાલ્યો ગયો હતો.
આ ઘટનાના લીધે વલસાડ જિલ્લાના પોલીસની અલગ-અલગ સાત ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. ઘટના અંગે શૈલેષભાઇ પટેલના પત્ની નયનાબેન પટેલ દ્વારા જૂની અદાવતમાં શકમંદ છ ઇસમો અને બે અજાણ્યા ઈસમો સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.