જૂનાગઢ તોડકાંડ કેસને લઈને સામે આવ્યા મોટા સમાચાર
જૂનાગઢ તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં ત્રણ આરોપી પૈકી પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને એટીએસ દ્વારા તાજના સાક્ષી બનાવી દેવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. કેસની ગંભીરતા જોતા એટીએસ દ્વારા બંને પોલીસ કર્મચારીઓના 164 અનુસાર નિવેદન લઈ તરલ ભટ્ટ દ્વારા કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની તમામ માહિતી એકઠી કરવામાં આવી છે. ત્યાર બાદ તરલ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. તેની સાથે એટીએસ દ્વારા બંને પોલીસ કર્મચારીઓનો તરલ ભટ્ટ દ્વારા માત્ર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો રિપોર્ટ ગૃહ વિભાગમાં કરવામાં આવ્યો હતો. તેની સાથે આ તોડકાંડમાં બંને કર્મચારીની કોઈ ભૂમિકા નહી હોવાનો પણ રિપોર્ટ કરાશે.
તમને જણાવી દઈએ કે, જૂનાગઢ તોડકાંડ બાબતમાં જૂનાગઢ રેન્જ ડીઆઈજી રિડર પીઆઈ એસ. એન. ગોહિલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ એસઓજી, સાઈબર સેલના પીઆઈ એ. એમ. ગોહિલ, માણાવદરના સર્લક પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર કેસની તપાસ એટીએસના ડીવાયએસપી શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.
તેની સાથે જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ કેસને મજબૂત કરવા માટે એટીએસ ની ટીમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી, અધિકારી, બુકી, આંગડિયા પેઢીના માલિકો, તરલ ભટ્ટ તેમજ આરોપી પરિવારના સભ્યો મળીને 50 થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.