હિંદ મહાસાગરથી આવ્યા મોટા સમાચાર, NCB એ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડ્યો
હિંદ મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં અનેક વખત દરિયાઈ માર્ગ દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમ દ્વારા કેરલના દરિયામાં મોટી કાર્યવાહી કરી અત્યાર સુધીનું સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગ દ્વારા કરોડોનું ડ્રગ્સ ઘુસાડવાની ઘટનાઓ સામે આવટી રહે છે. એવામાં ગઈકાલના જ રાજકોટમાં 217 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું બાબત સામે આવી હતી. જ્યારે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હિંદ મહાસાગરમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નાર્કોટિક વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમ દ્વારા સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ બાબતમાં આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. ત્યાર બાદ કેટલું ડ્રગ્સ પકડાયું અને કેટલા લોકો ઝડપાયા સહિતની જાણકારી સામે આવી શકશે. અનેક મીડિયા અહેવાલોથી જાણકારી સામે આવી છે કે, આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી આવતો હતો અને સંભવિત રીતે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો.
તેની સાથે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATS ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ATS ની ટીમ દ્વારા 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જ્યારે રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATS ની ટીમ દ્વારા આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી તેની સાથે પૂછપરછ પણ શરુ કરવામાં આવી છે.