Gujarat

રાજકોટ થી મોટા સમાચાર, મનપાનાં ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની કરાઈ નિમણૂંકતા

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાં RMC ના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને પણ સામેલ કરવામાં આવ્યા હતા. ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવતા તેમના સ્થાન પર કચ્છની ભુજ નગરપાલિકાના ફાયર વિભાગમાં જિલ્લા ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવનાર અનિલ મારુને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુકાયા હતા. તેમ છતાં 1.80 લાખની લાંચ લેતા પકડાતા અનિલ મારુને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂંકતા કરવામાં આવી છે.

તેની સાથે જણાવી દઈએ કે, રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂંકતા કરી છે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં એડિશનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તમને જણાવી દઈએ કે, રાજકોટ ગેમઝોન આગ ઘટનાના કેસમાં મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અને તે અત્યારે જેલમાં રહેલા છે. તેમના સ્થાન પર અનિલ મારુને  ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. હવે આ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું હતું. ACB ની ટીમ દ્વારા અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરનાર ફરિયાદી RMCના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ પાસે ફાયર NOC માંગવા આવી હતી. આ બાબતમાં અનિલ મારુ દ્વારા ફરિયાદી પાસે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા 1.20 લાખ રૂપિયા ત્યારે આપી દેવામાં આવ્યા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં આપી દેશે તેવું કહેવામાં આવ્યું હતું. ફરિયાદી દ્વારા ત્યાર બાદ જામનગર ACB નો સંપર્ક કરવામાં આવતા ACB દ્વારા રાજકોટ મહાનગરપાલીકાના સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફીસરની કચેરી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેની સાથે ACB ની ટીમ દ્વારા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.