GujaratSaurashtra

ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે આવ્યા મોટા સમાચાર, ગુજરાતી અભિનેતા નીકળ્યો આરોપી….

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં બી. કોમ સેમેસ્ટર-6 નું એકાઉન્ટનું પેપર થોડા દિવસો પહેલા જ લીક થયું હતું. આ બાબતમાં પોલીસ દ્વારા જી એલ કાકડિયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત બે વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એવામાં એક મોટી જાણકારી સામે આવી છે. આ સમગ્ર પેપર કાંડમાં સંડોવાયેલા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી અભિનેતા પણ હોવાની જાણકારી સામે આવી છે. તે અનેક ગુજરાતી ફિલ્મ તેમજ શોર્ટ ફિલ્મમાં અભિયન કરી ચુકેલા છે.

તમને જણાવી દઈએ કે, ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. એવામાં ગયા શનિવારે જી એલ કાકડિયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હતું. આ મામલામાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં અવી હતી. તે બાબતમાં પોલીસ દ્વારા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં આરોપીઓને કોર્ટ રજૂ કરીને રવિવાર સુધીના રિમાન્ડ પોલીસ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, જી એલ કાકડિયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી એક ગુજરાતી કલાકાર રહેલા છે. તે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ સિવાય અનેક સોશિયલ મીડિયામાં અનેક કોમેડી રોલ કરી ચુક્યા છે. તેમના જોક્સ પણ ખૂબ વાયરલ થયા હતા. અમિત ગલાણી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, 1928, ઘન ધતુડી પતુડી અને એપ્રિલ ફૂલ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

આ પણ વાંચો: સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં જુગારધામમાં બિલ્ડરો અને ઉધોગપતિઓ ઝડપાયા

ભાવનગરની જી એલ કાકડિયા ઓફ કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી તથા વિદ્યાર્થી અજય લાડુમોર, વિવેક મકવાણા અને વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડા દ્વારા પ્લાનિંગ સાથે બીકોમ ફેકલ્ટીમાં એકાઉન્ટ વિષયનું પેપર લીક કરવામાં આવ્યું હતું. આ મામલાની ચર્ચા જોરશોરથી ચાલવા લાગી હતી. તેના આધારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પ્રિન્સિપાલ સહિતનાઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરતા આચાર્ય અમિત ગલાણી, વિદ્યાર્થી અજય લાડુમોર તથા વિવેક મકવાણાની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનામાં સૃષ્ટિ ખોરડા હાલ ફરાર રહેલ છે તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બાબતમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રિમાન્ડ દરમિયાન પેપર લીક મામલામાં વધુ જાણકારી આવે તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચો: અડધી રાત્રે ઈંટોના ભઠ્ઠામાં લઇ જઇ પતિએ પત્ની સાથે કર્યું કે…