SaurashtraGujaratRajkot

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મામલા મોટા સમાચાર, વધુ બે અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડને લઈને SIT દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં વધુ બે અધિકારી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં પીઆઈ વણઝારા અને પીઆઇ ધોળાને સસ્પેન્ડ કરાયા છે. 2021 માં આ બંને પોલીસ ઈન્સપેક્ટર રાજકોટમાં જ રહેલા હતા. તેના માટે SIT દ્વારા બંને ની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. ગૃહ વિભાગ ના રિપોર્ટ ના મુજબ DGP વિકાસ સહાયે બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં SIT દ્વારા તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ થાય તે પહેલા PI વી. એસ. વણઝારા અને PI જે. વી. ધોળા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય ના આદેશ બાદ બંને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે વર્ષ 2021 માં PI વણઝારા અને PI ધોળા લાયસન્સ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા હતા. SIT ની તપાસના આધારે બંને અધિકારીઓની બેદરકારી સામે આવતા ગૃહ વિભાગ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. PI વી. એસ. વણઝારા હાલમાં અમદાવાદ અને PI ધોળા કચ્છમાં ફરજ બજાવી રહેલા હતા. રાજકોટથી જે. વી ધોળા ની કચ્છ ખાતે બદલી કરાઈ હતી. હાલમાં તેઓ કચ્છમાં ફરજ પર રહેલા હતા.

રાજકોટમાં નાનામવા રોડ પર TRP ગેમ ઝોનમાં તારીખ 25 મે 2024 ના રોજ બપોર બાદ વિકરાળ આગ ફાટી નીકળતા ૨૮ લોકોના જીવ ગયા હતા. જ્યારે આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારી પણ સામે આવી હતી કે, ગેમ ઝોનમાં ફાયર NOC જ રહેલા નહોતું.