મોટા સમાચાર : પ્રિયંકા ગાંધી આ દિવસે પ્રચાર માટે આવશે ગુજરાત
લોકસભાની ચુંટણી જાહેર થતાં જ ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. તેની સાથે પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ મતદારોનો રિઝવવા માટે રેલી, રોડ શો અને જંગી સભા કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના સ્ટાર પ્રચારકો જનસભાઓ યોજવાના છે.
તમને જણાવી દઈએ કે, પાંચ વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલ ના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધવાના છે. પાર્ટી દ્વારા અહીંથી વર્તમાન ધારાસભ્ય અનંત પટેલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ભાજપના ધવલ પટેલ સામે ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની વાત કરીએ તો તે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલ ના ધરમપુર ના દરબારગઢ ખાતે વલસાડથી પાર્ટીના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધવાના છે. વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલની ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર કરવા માટે આવ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરવાના છે. ભાજપ દ્વારા વલસાડ લોકસભા બેઠક પરથી ધવલ પટેલ ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વલસાડ ગુજરાતની તે બેઠકોમાંથી એક છે તેના પર કોંગ્રેસની પક્કડ સારી રહેલી છે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019 માં ગુજરાતમાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ પ્રથમ CWC મિટિંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા.
તેની સાથે તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતની આ આગામી લોકસભા બેઠક પર ની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી સુરતમાં ભાજપ ની બિનહરીફ જીતનો મામલો ને ઉઠાવે તેવી શક્યતા છે. જ્યારે અનંત પટેલ વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય રહેલા છે. પ્રિયંકા ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા નહોતા. તેઓ લાંબા સમય બાદ પ્રચાર માટે ગુજરાત પહોંચવાના છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી રેલીમાં સવાર ના 10 વાગે ગુજરાત પહોંચવાના છે. વલસાડ લોકસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક રહેલી છે.