બિપોરજોય ચક્રવાતને લઈને મોટા સમાચાર, સ્કૂલોમાં બે દિવસની રજા અપાઈ
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝાડોની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. 15 જૂનના દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તેને જોતા તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના લીધે દેવભૂમિ દ્વારકામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. તેની સાથે દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી શકે છે. હવામન વિભાગ દ્વારા દ્વારકા જિલ્લાને 15 તારીખના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના લીધે ભારે નુકસાન પણ થી શકે છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ બનશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં પણ વિજળીના કડાકા સાથે વરસાદ થે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે.