પંચમહાલ લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, આ ઉમેદવાર પર કોંગ્રેસે દાવ રમ્યો…
લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા ઉમેદવારોના નામને લઈને ધમાસાન ચાલી રહી છે. એવામાં કોંગ્રેસ દ્વારા 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠકો પરના ઉમેદવાર નામ જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં હવે કોંગ્રેસ દ્વારા ત્રીજી યાદી થોડા સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. એવામાં પંચમહાલ બેઠક માટે ઉમેદવારને મૌખિક જાણ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ ચૌહાણને ટિકીટ આપવામાં આવી છે. ગુલાબસિંહ ચૌહાણની વાત કરીએ તો તે લુણાવાડાના ધારાસભ્ય રહેલા છે. ભાજપ દ્વારા આ બેઠક પર રાજપાલ જાધવને રાજકીય મેદાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી પરંતુ તેમના દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે. આ સિવાય બારડોલીથી સિધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા અને કચ્છથી નીતિશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર રહેલા છે.