
દેશભરના લોકો માટે આજે મોંઘમારીના માર વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેમ કે CNG અને PNG ના ભાવમાં મોટાપાયે ઘટાડો કરવામાં આવ્યો છે. CNG ના ભાવમાં પ્રતિકિલો 8.13 રૂપિયાનો ઘટાડો કરાયો છે જ્યારે PNG ના ભાવમાં પ્રતિકિલો 5.06 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા ભાવનું આજ અમલીકરણ કરાશે. જ્યારે અમદાવાદમાં 6.05 રૂપિયા CNG માં ભાવ ધટાડો કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, CNG અને PNG ના ભાવમાં ઘટાડો થતા અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 8.13 રૂપિયા પ્રતિ કિલોનો CNG ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આજથી 74.29 રૂપિયા પ્રતિ કિલો CNG નો ભાવ થઈ ગયો છે. તેમ છતાં અમદાવાદમાં ગઈકાલના CNG 80.34 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો હતો અને હવે નવો ભાવ 74.29 થતા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય PNG માં પ્રતિ scm 5.06 રૂપિયાનો ઘટાડો કરાયો છે. અમદાવાદમાં 49.83 રૂપિયા પ્રતિ scm PNG માટે ચૂકવવા પડશે.
આ બાબતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંત્રીમંડળ દ્વારા એપીએમ ગેસ માટે 4 ડોલર પ્રતિ MMBTU ના આધારે મૂલ્યને મંજૂરી આપવામાં આવી હતી અને અધિકત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ MMBTU રાખવાનું નક્કી કર્યું હતું. નવી ફોર્મ્યુલાના આધારે ઘરેલુ પ્રાકૃતિક ગેસની પ્રાઈઝિંગ આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રૂડ સાથે લિંક રહેલ છે. ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10 ટકા રહેલ છે. તેને દર મહિને સૂચિત કરાશે. તેના લીધે PNG, CNG, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે. મોદી સરકારના આ નિર્ણયને લીધે CNG ના ભાવમાં પ્રતિ કિલો 8 થી વધુ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે PNGના ભાવમાં 5 થી વધુ રૂપિયાનો ઘટાડો થયેલ છે. આનો સીધો ફાયદો ખેડૂતો અને વાહનચાલકોને થશે.