GujaratMadhya Gujarat

હિંમતનગરમાં ત્રણ વર્ષના માસૂમ બાળકની હત્યાને લઈને થયો મોટો ખુલાસો, માતાના પ્રેમીએ જ કરી હત્યા

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની ફરિયાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામે આવી હતી. જ્યારે આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવતા મોટી જાણકારી સામે આવી છે. આ અકસ્માત નહીં પરંતુ બાળકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, ત્રણ વર્ષના બાળકની હત્યા તેની માતાના જ પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોતાના પ્રેમીને બચાવવા માટે જનેતા દ્વારા આવી અકસ્માતની ઘટના ઉપજાવી કાઢી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલમાં માસુમની હત્યા માં મદદ કરનાર જનેતા ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, બુધવારના રોજ સવારના ૧૦ વાગ્યના સમયે પોલોગ્રાઉન્ડ વિસ્તારના અલીફ મસ્જિદની બાજુની ગલીમાં અંદાજે ત્રણ વર્ષના બાળક કૃણાલને કોઇ બાઈક ચાલક દ્વારા ટક્કર મારી મોત નીપજાવ્યું હોવાની તેના પિતા વાલજીભાઈ નાથાભાઇ સલાટે દ્વારા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તેમ છતાં કોઈ પણ સ્થાનિક લોકો દ્વારા અકસ્માતની ઘટના અંગે કોઇ જાણકારી આપવામાં આવી નહોતી. તેમ છતાં સીસીટીવી ફૂટેજમાં પણ કોઈ શંકાસ્પદ વાહન પણ જણાયું ન હતું. આ મામલામાં પીએસઆઇ વી.આર. ચૌહાણ દ્વારા મૃતક કૃણાલ ની માતા જમનાબેન સલાટ ની પૂછપરછ કરવામાં આવતા આ મામલામાં મોટો ખુલાસો થયો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન જમનાબેન સલાટે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી પડોશમાં રહેનાર ભરતભાઈ અમરતભાઇ સલાટ સાથે પ્રેમ સંબંધમાં રહેલી હતી અને કાંકણોલ ચીકુ વાડી પાસે સોમનાથ સોસાયટીમાં એક ભાડાનું મકાન ભરતભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું. બુધવારના રોજ ભરત અમરતભાઇ સલાટને મળવા માટે તેના ત્રણ વર્ષના માસુમ દિકરા કૃણાલને લઈને ગયેલી હતી. તે સમયે બાળક રોવા લાગતા ભરત અમરત સલાટે દ્વારા તેને ગડદાપાટુનો મુઢ માર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તેના લીધે ભયભીત થયેલ જમનાબેન સલાટે મૃતક બાળક કૃણાલને પોતાના ઘરે લાવી સમાજમાં અકસ્માતની ખોટી વાત જણાવી દીધી હતી. ત્યાર બાદ આ મામલામાં બાળકના પિતા વાલજીભાઈ નાથાભાઇ સલાટે દ્વારા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે હવે આ મામલામાં મોટો ખુલાસો થયો છે.