AhmedabadGujarat

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દે ભાજપ સાંસદ હસમુખ પટેલનું મોટું નિવેદન

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાને લઈને સતત ચર્ચામાં કરવામાં આવી રહી હતી. જ્યારે હવે આ મુદ્દાને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. ભાજપના નેતા દ્વારા જ અમદાવાદનું કર્ણાવતી નામ કે બદલવામાં ના આવે તેને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે. અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવાને લઇ સાંસદ હસમુખ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે તો હેરીટેજના દરજ્જો મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. યુનેસ્કોમાં જે ડોઝિયર મોકવામાં આવ્યું તેના કર્ણાવતી નામ રાખવાને બદલે અમદાવાદ નામ લખાયું છે. જો હવે નામ બદલવામાં આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો તેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલ છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવેલ છે તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરાયો છે. કોઇપણ જગ્યાએ પણ કર્ણાવતીનું નામ લખવામાં આવેલ નથી. તેના લીધે ડોઝિયર મુજબ અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી રહેલ છે તે કારણોસર અમદાવાદનું નામ બદલી કર્ણાવતી રાખવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને ગુમાવવાનો વારો આવી શકે છે.

સાંસદ હસમુખ પટેલ દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાની જીદ અને માગ ભાજપની જ રહેલી હતી. વર્ષ 2005 માં અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મેળવવા માટે અરજી કરાઈ હતી. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય તેમ છે. 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો પ્રાપ્ત થયો છે પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે તેના માટે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે, હાલમાં કોઈ નવી માંગ કરવામાં આવેલ નથી.