ગુજરાત DRI ને હાથ લાગી મોટી સફળતા, નેધરલેન્ડથી દમણ આવેલ ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડ્યું
ગુજરાત DRIએને ડ્રગ્સ ઝડપી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. બાતમીના આધારે સંઘ પ્રદેશ દમણમા DRIની ટીમે રેડ પાડી હતી. જ્યા તપાસ કરતા DRIની ટીમને ડ્રગ્સનો જથ્થો મળી આવતા તમામ જથ્થો કબજે કર્યો હતો. સુરક્ષા એજન્સીના અધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સમાં નેધરલેન્ડની સંડોવણી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત DRIને બાતમી મળો હતી કે સંઘ પ્રદેશ દમણમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઠલવાયો છે. ત્યારે બાતમીના આધારે ગુજરાત DRIએ દમણમાં રેડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ગુજરાત DRIએને ડ્રગ્સના ખૂબ મોટો જથ્થો મળી આવતા તેને કબજે કર્યો હતો. આ મામલે પ્રાથમિક તપાસમાં.સામે આવ્યું કે નેધરલેન્ડથી પોસ્ટ મારફતે આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. બે જુદા જુદા પાર્સલમાં ગુજરાત DRIએની ટીમે આઇસ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
તમને જણાવી દઈએ કે, બાતમીના આધારે ગુજરાત DRIએ સંઘ પ્રદેશ દમણમાં રેડ કરતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે આ તમામ ડ્રગ્સના જથ્થાને કબ્જે કરીને ગુજરાત DRIએ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેધરલેન્ડથી આવેલ આ ડ્રગ્સના જથ્થામાં કોણ કોણ સંડોવાયેલ છે? અને તેઓ આ કેટલા સમયથી આવું કરી રહ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.