GujaratIndiaNews

બિનસચિવાલયની પરીક્ષા મોકૂફ રખાતા યુવરાજસિંહે ઉભા કર્યા સવાલો, શું આ છે પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ ?

આગામી ૧૩ ફેબ્રુઆરી રવિવારના દિવસે યોજાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધો છે.બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ,વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.આ અંગે યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું,પરીક્ષાઓ મોકૂફ રાખવી તે વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય બાબત બની ગઈ છે,૧૩ તારીખે યોજાનાર પરીક્ષા બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધી એમ બે કલાકનો સમય રાખવામા આવ્યો હતો.

મોટા ભાગના વિદ્યાર્થીઓએ તો કોલ લેટર પણ કાઢી નાખ્યા હતા અને પરિક્ષાના ૨ દિવસ બાકી હતા એ વચ્ચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જણાવ્યુ કે વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે.આ વાતની જાણ થતા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માનસિક હતાશ થઈ જાય છે.

વિદ્યાર્થીઓના નેતા યુવરાજ સિંહે વધુમાં જણાવ્યુ કે ૨ દિવસ પછી પરીક્ષા હતી જેની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી,જિલ્લા ક્લેક્ટરથી લઈ પોલીસ સુધી તમામ વ્યવસ્થાના આદેશ આપી દેવામાં આવ્યા હતા,છતા પણ પરીક્ષા મોકૂફ રાખવામા આવી,આ પાછળ મોટું કારણ હોઈ શકે છે.૧૩ ફેબ્રુઆરીએ યોજાનાર પરીક્ષા મોકૂફ કેમ રાખવામા આવી તે એક તપાસનો વિષય છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે