સુરતમાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની પાર્ટી કરવી પડી ભારે, આઠની ધરપકડ
સુરતના પાંડેસરામાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતાનો એક મામલો સામે આવ્યો છે. જેમાં મહેફિલ માણતાનો વીડિયો વિકાસસિંગ નામની સોશિયલ મીડિયા આઈડી પરથી અપલોડ કરાયો હતો. એવામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સુરતની પાંડેસરા પોલીસ દ્વારા આ બાબતમાં બર્થ ડે બોય સહિત 8 યુવાનોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ તમામ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી 2024 તારીખના રોજ રીશુ મિશ્રાના જન્મદિવસની ઉજવણીમાં 10 થી 12 જેટલા યુવાનો દ્વારા દારૂની પાર્ટી માણવામાં આવી હતી. વિકાસસિંગ નામના વ્યક્તિ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર બાબત સામે આવી હતી. હાલમાં પાંડેસરા પોલીસ દ્વારા આ મામલામાં આઠ યુવાનોની અટકાયત કરવામાં આવી છે.
આ મામલામાં વધુમાં જાણકારી સામે આવી છે કે, અંકિત ઉર્ફે રીશુ મિશ્રા નામના વ્યક્તિનો જન્મદિવસ રહેલો હતો અને તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. તેના દારૂની પાર્ટી ની મહેફિલ માણવામાં આવી હતી. તેની સાથે યુવાનો પૈકીના વિકાસસિંગ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પર આ મહેફિલનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ વિડીયો વધુ વાયરલ થતા પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા અંકિત ઉર્ફે રીશુ મિશ્રા, દીપક મહાજન, જીતેન્દ્રસિંગ, આદિત્ય અશોકસિંગ, સંતોષ શ્રીવાસ, આશિષ સિંગ, વિકાસ સિંગ અને અતુલ વાનખેડે ને ઝડપી પડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલામાં પાંડેસરા પોલીસ દ્વારા 107 અને 151 કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.