GujaratBjpCrimeNews

ભાજપનું સોશિયલ મીડિયા પેજ હેક, બીભત્સ વીડિયો કરાયા અપલોડ

રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે. આજના સમયમાં સભા અને રેલીઓ સિવાય સોશિયલ મીડિયા પર પણ તમામ રાજકીય પક્ષો ધૂમ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે સુરત જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક થયું હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લા ભાજપના નામથી કાર્યરત ફેસબુક પેજ પર કેટલાક બીભત્સ વીડિયો અપલોડ થયા છે. જેને લઈને હાલ રાજકારણ ગરમાયુ છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા 2024ની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ડોર ટૂ ડોર લોકોને મળીને તેમજ સભાઓ કરવા કરતાં સોશિયલ મીડિયા પ્રચાર કરવાનું સૌથી મોટું માધ્યમ છે. ત્યારે સુરત જિલ્લા ભાજપના ફેસબૂક પેજ પર ફેસબૂક પેજ પર કેટલાં બીભત્સ વીડિયો અપલોડ કરાયાં હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા આ ફેસબુક પેજ પર અમિત શાહની એક રેલીના વીડિયો પણ અપલોડ કરાયાં હતા. તેમજ ભાજપ પક્ષની અનેક કામગીરી અને સભા સહિતની અનેક ગતિવિધિ અપલોડ કરવામાં આવતી હતી. ત્યારે હવે પેજ ઉપર આ પ્રકારે બીભત્સ વીડિયો અપલોડ થતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા ઉઠી છે. તમને જણાવી દઈએ કે, બીજેપી સુરત જિલ્લા નામથી કાર્યરત આ ફેસબૂક પેજ પર 6,000થી પણ વધુ ફોલોઅર્સ છે. ત્યારે હવે આ પેજ ઓર અચાનક આ રીતે બીભત્સ વીડિયો કેમના અપલોડ થયા, અને હેક કર્યું તો કોણે કર્યું તે તપાસનો વિષય બની ગયો છે.