GujaratAhmedabad

ભાજપના કાર્યકર્તાનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ, જાણો શું સમગ્ર મામલો…

અમદાવાદમાં વિવેકાનંદનગર થી મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ભાજપને લઈને આવ્યા છે. વિવેકાનંદનગરમાં ભાજપ કાર્યકર્તા દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભાજપના ના અન્ય કાર્યકર્તા ના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની જાણકારી સામે આવી છે. યુવક દ્વારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવ્યો હતો. વિવેકાનંદનગર પોલીસ દ્વારા 3 કાર્યકર્તા વિરુદ્ધ ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

વિવેકાનંદનગર માં સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને ભાજપ ના કાર્યકર્તા મિતાશું દરજી દ્વારા ઝેરી દવા પી લેવામાં આવી છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યકર્તા દ્વારા વિડીઓમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઉર્મિલ પટેલ, ગૌતમ પરિયલ અને કુમાર મિશ્રા નામના યુવકો મને મારવાની ધમકી આપીને ગયા છે માટે હું ઝેરી દવા પીને આપઘાત કરવા જઈ રહ્યો છુ.

પોલીસ કસ્ટડીમાં હાલ ગૌતમ પરિયલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે ભાજપના જ  કાર્યકર્તા છે. જ્યારે આપઘાતનો પ્રયાસ કરનાર મિતાશું પણ ભાજપના IT સેલ માં જોડાયેલ હતો. અને હાલ BJP નો કાર્યકર્તા રહેલ છે. જ્યારે અન્ય આરોપી ઉર્મિલ પટેલ ભાજપના રમત ગમતના સંયોજક રહેલ છે જ્યારે કુમાર મિશ્રા કાર્યકર્તા રહેલા છે. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે અંગત ટકરાર ચાલી રહી છે. રાજકીય કારકિર્દીને લઈને ચાલી રહેલી ટકરારમાં યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવેકાનંદનગર પોલીસ દ્વારા હાલ મારામારી અને ધમકીનો ગુનો નોંધીને ગૌતમ પરિયલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપનાના કાર્યકર્તાનો અંગત ઝઘડો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે. રેલીમાં ટિપ્પણી કરવા બાબતમાં મારામારી અને આત્મહત્યાના પ્રયાસના વિડીયોને લઈને વિવેકાનંદનગર પોલીસ દ્વારા ગુનો ઝઘડા પાછળના કરણની તપાસ હાથ ધરવામાં આવી છે.