International

પતિ કરતો હતો મારપીટ, બચવા માટે બોડીગાર્ડ રાખ્યો બોડીગાર્ડ સાથે થઈ ગયો પ્રેમ

સલમાન ખાન અને કરીના કપૂરની એક ફિલ્મ આવી હતી બોડીગાર્ડ. આ ફિલ્મની કહાની એવી હોય છે કે કરીના પોતાના બોડીગાર્ડ તરીકે સલમાન ખાનને હાયર કરે છે. પછી ધીરે ધીરે બંનેમાં પ્રેમ થઈ જાય છે. થોડી મુશ્કેલીઓ પણ આવે છે હવે આવી જ એક કહાની સામે આવી છે હકીકતમાં. આ કહાની જાણીને તમને ખૂબ હેરાની થશે. રિયલ પ્રેમકહાની પણ આવી બની શકે છે.

આ વિચિત્ર લવ સ્ટોરી પતિ-પત્ની વચ્ચેના ઝઘડાથી શરૂ થાય છે. પતિ હિંસક વર્તનનો છે. પત્ની સાથે ઘરેલું હિંસા. આવી સ્થિતિમાં પત્ની તેનાથી અલગ રહેવા લાગે છે. જોકે પતિને હજુ ચેન નથી મળતો. દરરોજ તે તેની પત્નીને મળે છે અને તેણીને સતાવે છે. મજબૂરીમાં પત્નીએ પોતાની અને પુત્રીની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખવો પડે છે. સ્ત્રીના દુઃખી જીવનમાં સુખ ત્યારે આવે છે જ્યારે તે એક જ બોડીગાર્ડના પ્રેમમાં પડે છે.

આ 35 વર્ષની મહિલાનું નામ એલિસ સ્ટીવન્સ છે. આ દિવસોમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં એલિસે પોતે આ અનોખી લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર બધાની સાથે શેર કરી છે. તેણે કહ્યું કે બોડીગાર્ડની આ સફર તેની લાઈફમાં આવવાની, રિલેશન બનવાની અને લગ્ન કરવાની આ સફર સંયોગથી બની હતી, પરંતુ તે ખૂબ જ સુંદર સંયોગ હતો.

એલિસ જણાવે છે કે વર્ષ 2008માં તે પોતના પતિના હિંસક વ્યવહારને લીધે હેરાન થઈને અલગ રહેવા લાગે છે. જો કે જ્યારે પતિ તેને હેરાન કરવાનું ચાલુ રાખે છે તો લોકોની સલાહ પર તે પોતાનું ધ્યાન રાખવા ડેરેક નામના એક બોડીગાર્ડને રાખે છે. તે એલિસનો બાળપણનો મિત્ર હતો. તેણે એલિસ અને તેની 13 વર્ષની દીકરીની સુરક્ષા માટેની જવાબદારી લીધી. તેણે ફી તરીકે દર રાત 7000 રૂપિયા મળતા હતા. આ દરમિયાન 24 કલાક તે એલિસના ઘરે રહેતો હતો.

એલિસ પ્રથમ નજરમાં ડેરેક સાથે પ્રેમમાં પડી ગઈ. જો કે, પછી તેણે આ હકીકત વ્યક્ત કરી ન હતી. જોકે, બાદમાં જ્યારે આ પ્રેમ ખીલ્યો ત્યારે તેણે પોતે ડેરેકને પ્રપોઝ કર્યું. ડેરેકે શરૂઆતમાં એલિસનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. તેણે કહ્યું કે હું તને પ્રેમ નથી કરતો. જોકે, ધીમે ધીમે તેને એલિસ સાથે પણ પ્રેમ થઈ ગયો. પછી તેણે એલિસનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એલિસ અને ડેરેકે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. હાલમાં તેમને બે બાળકો છે અને તેઓ સુખી જીવન જીવી રહ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે