Gandhinagar
ગાંધીનગર ભાટ રોડ પર દારૂ સાથે બુટલેગર ઝડપાયો
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ બુટલેગરો અવનવા ગતકડાં કરીને દારૂ હેરાફેરી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે, આવી પરિસ્થિતિમાં પોલીસ સક્રિયતા દાખવીને બુટલેગરોની મેલી મુરાદ પુરી થાય તે પહેલા જ અટકાવી દેતી હોય છે. એવામાં આજે આવા જ સમાચાર ગાંધીનગર ના ભાટ કોટેશ્વર ચોકડીથી સામે આવ્યા છે. ગાંધીનગર ના ભાટ કોટેશ્વર ચોકડીથી પાસેથી ઇન્દિરા બ્રિજ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ રાખી અમદાવાદ તરફ જતી ફોર્ડ કાર ને અટકાવી તેમાંથી વિદેશી દારૂની સાત પેટીઓ સાથે બુટલેગરને ઝડપી 240 બોટલો સહિત 5 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓને અટકાવવા એસપી રવિ તેજા વાસમ સેટ્ટી ની સૂચનાથી પ્રોહિબીશન ડ્રાઇવ હેઠળ પોલીસ બુટલેગરોને ઝડપી પાડવા ચારે દિશામાં દોડધામ કરવામાં આવી રહી છે. તે કારણોસર એલસીબી- 2 ની ટીમ દ્વારા ડાલજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ મામલામાં બાતમી મળી હતી એક સફેદ કલરની ગાડીમાં વિદેશી દારૂ ભરીને ગાંધીનગર થી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.. તે કારણોસર પોલીસ દ્વારા ભાટ કોટેશ્વર ચોકડી થી આગળ ઇન્દિરા બ્રિજ નજીક રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. એવામાં બાતમી આધારે કાર ને ઈશારો કરીને રોકવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર સીટ પર બેઠેલા ઈસમ દ્વારા પોતાનું નામ ઇન્દર મોહનદાસ રામસિંગાનીયા જણાવવામાં આવ્યું હતું.
ત્યાર બાદ પોલીસ દ્વારા કારની તલાસ કરવામાં આવી તો કારની ડેકીમાંથી વિદેશી દારૂની સાત પેટીઓ મળી આવી હતી. તેની ગણતરી વિદેશી દારૂની 240 બોટલો હોવાનુ જાણકારી સામે આવી છે. તેના આધારે પોલીસ દ્વારા 40 હજાર 320 ની કિંમતનો દારુ, પાંચ લાખની ફોર્ડ કાર, 5 હજારનો મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 5 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરની ધરપકડ કરી અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.