AhmedabadGujarat

બોટાદના PSI ને હાર્ટ અટેક આવતા અવસાન, પોલીસ બેડામાં શોકનો માહોલ

રાજ્યમાં યુવાનોમાં સતત હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ યુવકને કોઇપણ પ્રકારની બીમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. બોટાદના PSI પ્રવીણ અસોડાનું હાર્ટએટેકના લીધે મૃત્યુ નીપજ્યું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા હતા. ગઈ કાલ રાત્રીના હાર્ટએટેક આવતા પ્રવીણભાઈનું મોત નીપજ્યું હતું. PSI પ્રવીણ અસોડાના મોતના લીધે પોલીસ બેડામાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PSI પ્રવિણ અસોડાનું સર્કિટ હાઉસમાં હાર્ટઅટેક આવતા અવસાન થયું છે. ફરજ પરથી પરત આવ્યા બાદ તે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. બોટાદ સર્કિટ હાઉસ ખાતે હાર્ટ એટેકથી PSI પ્રવિણ અસોડાનું અવસાન થતા પોલીસ બેડામાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

PSI પ્રવીણ અસોડાની 10 મહિના અગાઉ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદ બદલી કરવામાં આવી હતી. હાલમાં PSI પ્રવીણ અસોડાના અવસાનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. PSI પ્રવિણ અસોડા સર્કિટ હાઉસના રૂમ નંબર-10 માં રહેતા હતા ત્યાંજ તેમને હાર્ટ એટકે આવતા મોત નીપજ્યું હતું. 10 મહિના અગાઉ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં તેમની બદલી કરવામાં આવી હતી.

PSI પ્રવિણ અસોડાનું 10 મહિના પહેલા જ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં બદલી કરવામાં આવી હતી. ફરજ પરથી પરત ફર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચતા તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. PSI પ્રવીણ અસોડાના મૃતદેહને પી. એમ અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.