પ્રેમ પ્રકરણમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા
પ્રેમ અને ગુસ્સો આ બંને શબ્દોમાં એક પ્રેમ શબ્દથી પરિવારો તરી જતા હોય છે તો ગુસ્સા શબ્દથી બધું બરબાદ થઈ જતું હોય છે. આજના સમયમાં સંબંધોમાં પહેલા હતી એવી મીઠાશ રહી નથી. સાવ નજીવી વાતમાં પણ બે ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ જતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના વાપીમાં સામે આવી છે. જ્યાં એક ભાઈએ પોતાના જ સગા નાના ભાઈની હત્યા કરી નાખી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપી નજીક આવેલ બલિઠા નામના ગામમાં ગત રોજ મોડી રાત્રી દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. જ્યાં સચિન પટેલ નામના એક યુવકે પોતાના જ ભાઈ શિલ્પેશ પટેલની હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને ગણતરીના કલાકોમાં જ આરોપી સચિન પટેલની ધરપકડ કરી લીધી છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, સચિન પટેલ તેના પિતરાઈ ભાઈના પ્રેમ પ્રકરણના કારણે નારાજ હતો. તેથી ગતરોજ મોડી રાત્રે તે ઘરે આવીને તેના ભાઈ શલપેશને કહ્યું કે ચલ આપડે ત્યાં જઈને સમજાવીએ. ત્યારે શીલપેશ પટેલે સાથે જવાંક ના પાડતા સચિન પટેલ ગુસ્સે ભરાયો હતો. અને તેણે પોતાની પાસે રહેલ લોખંડની પાઇપ Iron શીલપેશ પટેલ પર હુમલો કર્યો હતો અને તેથી શીલપેશને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. હાલ તો એક ભાઈ જ બીજા ભાઇનો હત્યારો બનતા વાપીના આ પટેલ પરિવાર શોકમગ્ન બન્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.