GujaratSouth GujaratValsad

વાપીમાં નેપાળી મહિલાની કરપીણ હત્યા, બે દીકરોએ માતાની છત્રછાયા ગુમાવી

વલસાડ જિલ્લાના વાપીના છરવાડા વિસ્તારથી હત્યાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં નેપાળી મહિલાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા જ ડુંગરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવીને મહિલાની લાશ પર કબજો મેળવી પીએમ અર્થે મોકલી દીધી હતી. જાણકારી મુજબ, મહિલાનો પતિ સેલવાસની હોટલમાં નોકરી કરી રહ્યો હતો. નેપાળી યુવકની પત્નીની કોઈ દ્વારા હત્યા કરી નાખવામાં આવતા બે પુત્રીઓને માતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને લઈને હત્યારાને પકડવા માટે નેપાળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વાપીના છરવાડા ગામની રમઝાન વાડીમાં આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં નેપાળી મહિલાની હત્યા કરવામાં આવો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ ડુંગરા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. પોલીસની પ્રથમ તપાસમાં સામે આવ્યું છે કે, ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં પતિ અને 2 સંતાનો સાથે રહેનાર લક્ષ્મી અર્જુન સિંગ નામની મહિલાનું કોઈ દ્વારા ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, નેપાળના અર્જુનસિંગ પારકી તેમની પત્ની લક્ષ્મી પારકી અને બે દીકરીઓ સાથે ચાર મહિના પહેલા જ નેપાળથી વાપીમાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો. રમઝાન વાડીમાં આ પરિવાર ભાડે રૂમ નાખીને રહેતો હતો. જ્યારે અર્જુનસિંગ પારકી સેલવાસની બગીચા હોટેલમાં નોકરી કરતા હતા. ત્યારે તે એક અઠવાડિયા બાદ ઘરે આવતા હતા. એવામાં તેમની પત્ની બે દીકરીઓ સાથે ઘરમાં એકલી રહેલી હતી. એવામાં આ મહિલાનું કરુણ હત્યા કરવામાં આવી છે.

તેની સાથે ડુંગરા પોલીસ દ્વારા સ્થાનિક લોકોથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એવામાં એ પણ જાણકારી સામે આવી છે કે, પત્નીની હત્યા થયાની જાણકારી મળતા તે નાસી ગયો છે. એવામાં મહિલાના મોતને લઈને બે દીકરીઓને માતા ગુમાવવાનો વારો આવ્યો છે. આરોપીને પકડી જલ્દી જ પોલીસ દ્વારા સજા આપવામાં આવે તેને લઈને નેપાળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.