India

ભારત પર વધુ એક સંકટ: 6 કલાકમાં ‘બુલબુલ’ વાવાઝોડું શક્તિશાળી બનશે, મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી

ભારતમાં કેટલાક સમયથી અનેક વાવાઝોડા આવી રહ્યા છે.ગુજરાતમાં વાયુ વાવઝોડુ, ક્યારે વાવાઝોડું અને તાજેતરમાં જ મહા વાવાઝોડું ટકરાતા ટકરાતા રહી ગયું છે ત્યારે દેશ પર વધુ એક સંકટ આવી રહ્યું છે.વહંદુ એક વાવાઝોડું ‘બુલબુલ’ આગામી 6 કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરશે તેવી આગાહી કરવામાં આવી છે.

બુલબુલ વાવાઝોડું ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં અસર કરશે તેવું જણાવાઈ રહ્યું છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. પીએમના પ્રમુખ સચિવ મિશ્રાએ ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને આંદમાન-નિકોબારના મુખ્ય સચિવો સાથે બેઠક કરી ને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં ‘બુલબુલ’ ચક્રવાતની અસર થઈ શકે તેમ છે ત્યાં પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિકલાક હોઈ શકે છે અને કેન્દ્રમાં તેની ગતિ 90 કિલોમીટર પ્રતિકલાક હશે. વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે રાત્રે વાવાઝોડું મજબૂત થવાની સંભાવના છે. શનિવારે તે ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચશે, જેમાં સમુદ્રની સ્થિતિ પ્રતિકૂળ થઈ શકે છે.માછીમારોને ગુરુવાર સાંજ સુધી પરત ફરવા અને હવે માછીમારી કરવા ન જવા સાવચેત કર્યા છે.