Ajab GajabIndia

“યોગી” બન્યા દુલ્હે રાજા, દહેજમાં મળ્યું બુલડોઝર, પહેલા દિવસે જ કામ પર પણ લાગી ગયા

દીકરીના લગ્નમાં પિતા તેને ઘણા બધા પ્રકારની ગિફ્ટ અથવા તો દહેજ નો સામાન આપે છે. અને આમાં દહેજમાં દુલ્હાને કારગિફ્ટ કરવાનું ચલણ ખૂબ જ જૂનું છે ઘણા લોકો એને સ્ટેટસ સિમ્બોલના રૂપે પણ જુએ છે પરંતુ ઉત્તર પ્રદેશના મીરપુર જિલ્લામાં થયેલા લગ્નમાં દુલ્હા યોગીને તે સમયે હેરાન રહી ગયો જ્યારે તેમના સસરાએ તેમને ગિફ્ટમાં લક્ઝરી કારની જગ્યાએ એક બુલડોઝર આપ્યું.

ઉત્તર પ્રદેશમાં જ્યારે વિધાનસભાના ચુનાવ ચાલી રહ્યા હતા ત્યારે સીએમ યોગી અને બુલડોઝરની વાત ખૂબ જ ચર્ચામાં હતી. ત્યારબાદ બુલડોઝર ને લઈને લોકો નોકરેજ વધતો ગયો કદાચ આ જ ક્રેઝી કમાલ કરી દીધો અને દુલ્હનની દહેજમાં બુલડોઝર મળી ગયું આ અનોખા લગ્ન 15 ડિસેમ્બરે થયા. સોખર નિવાસી વરરાજા નું નામ યોગેન્દ્ર ઉર્ફે યોગી છે અને તે નેવી માં જોબ કરે છે પરંતુ ખેડૂત પરિવારથી તે નાતો રાખે છે.

યોગી ના લગ્ન વિકાસ ખંડ સુમેરપુર ગ્રામ દેવગાવ નિવાસી રીટાયર્ડ ફોજી પરશુરામ ની દીકરી નેહા સાથે સંપન્ન થયા. આમ યોગી ના રિટાયર્ડ ફોજી સસરાએ લગ્નમાં લક્ઝરી કાર ની જગ્યાએ બુલડોઝરને પસંદ કર્યું અને યોગીને તેની કોઈ જ જાણકારી ન હતી તેથી તેની માટે પણ આ સરપ્રાઈઝ હતું યોગીને તો લગ્નમાં દહેજ લેવાની પણ ના પાડી દીધી હતી પરંતુ સસરાએ અચાનક જ સરપ્રાઈઝ આપી દીધું.

આ લગ્ન સમારોહ સુમેરપુરના એક ગેસ્ટ હાઉસમાં હતો. અહીં જ્યારે દુલ્હનની બુલડોઝર ઉપર વિદાય થઈ ત્યારે દરેક વ્યક્તિ આશ્ચર્યમાં રહી ગયા. દુલ્હનના પિતા પરશુરામ પ્રજાપતિએ જણાવ્યું કે તેમની દીકરી નેહા અત્યારે યુપીએસસીની તૈયારી કરી રહી છે અને જો ભવિષ્યમાં તેને કોઈ જોબ ન લાગે ત્યારે તે બુલડોઝરને ભાડા ઉપર આપીને રોજગારી મેળવી શકે છે.

રસપ્રદ વાત એ છે કે બુલડોઝરને પહેલા દિવસે રોજગાર મળી ગયો, તેમાં એક જગ્યાએ પાઇપલાઇનના ખોદાણ દરમિયાન મોકલવામાં આવ્યું. બુલડોઝર વાળા આ અનોખા લગ્નમાં હવે મીડિયા માં ખૂબ જ છવાઈ ગઈ છે તેના ચર્ચા માત્ર હમીરપુરમાં જ નહીં પરંતુ સંપૂર્ણ યુપી અને બીજા રાજ્યમાં થઈ રહ્યા છે. લોકોને લગ્નમાં બુલડોઝર આપવાનો આ આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો છે.જોવા જઈએ તો એક બુલડોઝર ની કિંમત લાખોમાં હોય છે, અને દુલ્હનના પિતા ઈચ્છતા તો કોઈપણ લક્ઝરી કાર ગીફ્ટ કરી શકતા પરંતુ તેમને બુલડોઝરના અને તેના ઉપયોગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે